સ્નેહ મિલન

  • Event Date : 01 December 2019
  • Organised by : શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ મુલુંડ
  • Sanstha : શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ મુલુંડ
  • Location : મુલુંડ
  • 136

હજી ગયા વર્ષનો યાદગાર જશ્ન રીસોર્ટનો જલ્સો ભુલાયો નથી ત્યાં આ સુંદર સ્નેહ મિલનનો અવસર વર્ષ ૨૪નો મુલુંડના આંગણે. મુલુંડ જૈન ગુર્જર સમાજના શ્રી દાતાઓ તથા સદાય સમાજના હૃદયને ધબકતું રાખવા નિતનવી પ્રવૃત્તિઓનું સંચાલન કરતા સમિતીના સભ્યોનો અંતરનો આવિષ્કાર.

રવિવાર, તા. ૧-૧૨-૨૦૧૯ના દિવસે ઘર આંગણેથી જ બસમાં મુલુંડથી ચેમ્બુર સુમતિ ગુર્જર ભવન પહોંચી સગાં સંબંધીઓ સાથે ગપ્પાં મારતાં ખટમીઠા પીણાની ચુસ્કી મારતાં મગજ તરબતર થઈ ગયું. બપોરના ભોજનમાં રસ પુરી સાથે ભાવતાં ફરસાણો હતાં.

સુમતિ ગુર્જર ભવનમાં શ્રી દિલેર દાતાઓના સન્માન માટે સમાજની કોઈ ખાસ વ્યક્તિને પ્રમુખનો હોદ્દો આપી તેમનું સન્માન, દિલેર આધારસ્તંભ દાતાઓનું પ્રમુખના હસ્તે સન્માન અને દાતાઓનું દાતાઓના હાથે જ સન્માન અને હોલના સ્ટેજ પર લગાડેલ LED સ્ક્રીન પર આગવી ઓળખ સાથે તેમને પુરસ્કાર. અને ત્યારબાદ તપસ્વીઓનું તથા સમાજના વિદ્યાર્થીઓનું બહુમાન અને ઈનામોનું વિતરણ.

શ્રી મુલુંડ કચ્છી ગુર્જર સમાજની નાની સરખી સમિતિ કે જ્યાં કોઈપણ જાતની હરિફાઈ કે રાજકારણ વગરની સચોટ સાચી-પારદર્શી કાર્યશૈલી તેમની પ્રતિભા અને આગવી ઓળખ છે. કોઈ ઈલેક્શન કે ખુરશીની ખેવના વગર નિઃસ્વાર્થભાવે છેલ્લા ૨૪ વર્ષથી સતત કાર્યરત રહેતા સમાજના કાર્યકરો કે જેઓ વર્તમાન વર્ષો દરમિયાન સ્નેહમિલન, વાર્ષિક યાત્રા સાથે પર્યટન તેમજ રમતોત્સવનું આયોજન કરે છે તેનો શ્રેય સંચાલકોને જાય છે. સાથે સમાજના સભ્યોનો ઉત્સાહ, ઉમંગ હોય છે.

આ વર્ષનો 'Family Fortune'નો કાર્યક્રમ ખરેખર અદ્દભુત હતો. નાના-મોટા સૌ કોઈ કુટુંબ સાથે ભાગ લઈ રમી શકે અને જોનારને પણ આનંદ આપે તેવો આ કાર્યક્રમ સૌ કોઈને ખુરશી સાથે જકડી રાખવા સમાન હતો. જ્ઞાન સાથે ગમ્મત અને કિંમતી ઈનામો.

આ 'Family Fortune'ના આખા કાર્યક્રમની રૂપરેખા, તેનું સંકલન-આયોજન અને સંચાલન સમાજના યુવા કાર્યકરોનું હતું. તેઓ એકબીજા સાથે સહકાર્ય કરી રાત-દિવસ મહેનત કરી સુંદર ઓપ આપવાનું કામ કરેલ છે. જેમાં સમાજના યુવાધન સમાન મિતેશ મહેતા, હર્ષલ શાહ, મેહુલ વોરા, ચિંતન શાહનો ફાળો અમૂલ્ય છે. સાથે આકર્ષક ગીફ્ટની કમાલ રોહિત શાહની હતી. તેમજ સમાજની દીકરીઓ સમાન સેજલ શાહ, પૂર્વી મહેતા, ભૂમિકા વોરા અને દિશા શાહે તેમના સહકાર્ય માટે અગત્યનો ભાગ ભજવેલ.

આવા અદ્દભુત સુવ્યવસ્થિત કાર્યક્રમના આયોજન માટે તન, મન અને ધનથી, દિલ અને દિમાગ, મહેનત અને ખંતથી કાર્ય કરતા કાર્યકરોને લાખ લાખ અભિનંદન. ૨૪ વર્ષ પહેલાં આ સમાજની પુનર્રચના થઈ ત્યારથી આ સમાજનું સંચાલન શ્રી રજનીભાઈ શાહ, હસમુખભાઈ વોરા, નીતિનભાઈ મહેતા, રસિકભાઈ શાહ તથા નવીનચંદ્ર શાહ કરી રહ્યા છે. સમાજની કરોડરજ્જુ સમાન દિલેર દાતાઓને લાખ લાખ વંદન. તેમજ સમાજના દરેક કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લેતા અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સાથે યથાશક્તિ ફાળો આપતા સભ્યો પણ સન્માનના અધિકારી બને છે.

અંતમાં યાદ રહે કે ૨૦૨૦માં આ સમાજ ૨૫મી વર્ષગાંઠ-રજતજયંતિ ઉજવશે તે પ્રસંગે આપ સૌનો યથાશક્તિ બધી રીતે ફાળો અત્યંત જરૂરી રહેશે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates