તીર્થયાત્રા પ્રવાસ

  • Event Date : 16 November 2019
  • Organised by : શ્રી ભુજ કચ્છી ગુર્જર જૈન સમાજ, મુંબઈ
  • Sanstha : શ્રી ભુજ કચ્છી ગુર્જર જૈન સમાજ, મુંબઈ
  • Location : મુંબઈ
  • 128

ભુજ સમાજના મેમ્બરો માટેનો બે દિવસનો કુંભોજગીરી તીર્થયાત્રાનો પ્રોગ્રામ યોજાયેલ. રાત્રે ટ્રેનથી ૧૦૧ જણ ગયા હતા. તા.૧૬-૧૧-૨૦૧૯ના સવારે ૨૨ બસ દ્વારા કુંભોજગીરી પહોંચી વાજતેગાજતે દાતા પરિવારોને માળા પહેરાવીને સામૈયામાં જોડાઈ ધર્મશાળામાં પહોંચી નવકારશી કરી. નહાઈને પહાડ ચડી ઉપર અષ્ટપ્રકારી સેવાપૂજા કરી. નીચે આવી ભોજન આરોગી, આરામ કરી, ચા-કોફી પીને જહાજ મંદિરના દર્શન અને જૈન મ્યુઝીયમની મુલાકાત લઈને પાછા ધર્મશાળામાં આવીને ચૌવિહાર કર્યા પછી રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ ભક્તિ અને આરતી કરી. ત્યારબાદ દાતા પરિવારોની બહુમાન વિધિમાં

- સંઘમાતાશ્રી માતુશ્રી વાસંતીબેન પુનમચંદભાઈ હંસરાજભાઈ શાહ, હાલે વડાલા.

બે દિવસના બપોરના ભોજનના દાતાશ્રી સ્વ. ચંદનબેન કચરાલાલ શંભુલાલ મહેતા પરિવાર મલાડ.

બે દિવસના સાંજના ચોવિહારના દાતાશ્રી મહેન્દ્રભાઈ નાનાલાલ શાહ-દાદર

બે દિવસની સવારની નવકારશીના દાતાશ્રી શ્રીમતી મૃદુલાબેન સુરેશભાઈ શાહ-મુલુંડ.

બે દિવસની એક બસના દાતાશ્રી સ્વ. ઝવેરીલાલ અનોપચંદ શાહ હ. હિંમતભાઈ અને અશોકભાઈ.

બે દિવસની બીજી બસના દાતાશ્રી કમલબેન પ્રાણલાલભાઈ ઝવેરી-ઘાટકોપર તથા

યાત્રા પ્રવાસ દરમિયાન બિસ્લેરી પાણીની બોટલના દાતાશ્રી માતુશ્રી સુરભીબેન નારાણજી શાહ પરિવાર હ. રાજેશભાઈ અને નિર્મલભાઈ.

આ સાથે નીચે જણાવેલ દાતાઓ તરફથી સહયોગ મળેલ છે.

શ્રીમતી મીનાબેન મનહરલાલ શાહ- ગોરેગામ, શ્રીમતી કમલાબેન જેઠાલાલ શાહ પરિવાર - ઘાટકોપર, શ્રી દિપકભાઈ ગુલાબચંદભાઈ શાહ - મુલુંડ, શ્રી નીતિનભાઈ રવિલાલ શાહ- કાંદિવલી (ઈ.), શ્રીમતી પુષ્પાબેન શિવચંદ શાહ-મીરારોડ.

બધા દાતાઓનું બહુમાન કરીને સંઘપૂજન માટે યાત્રિકો તરફથી રૂા. ૪૩૦ + ભુજ સમાજ તરફથી રૂા. ૭૦ મેળવીને એક વ્યક્તિ દીઠ ટોટલ રૂા. ૫૦૦નો સંઘપૂજનનો પ્રોગ્રામ પતાવીને રાત્રે ૧૧ વાગે છુટા પડેલ. તા. ૧૭-૧૧-૧૯ રવિવારે સવારે ૬થી ૭.૩૦ ભક્તામર અને વાસક્ષેપ પૂજા, કેસરપૂજા વગેરે કરીને ૮થી ૯ નવકારશી કરી બધાને વ્યક્તિ દીઠ ૧ પેપર બેગમાં ડ્રાયફ્રુટ વગેરે ૭-૮ નાસ્તાના પેકેટ નીતિનભાઈ રાઘવજી ઝવેરી, ઘાટકોપર તરફથી અને બિસ્લેરી પાણીની બોટલ આપીને ફરીથી બસમાં બેસીને પન્હાલા જવા ઉપડ્યા. ત્યાં બધાને પાંચ-સાત પોઈન્ટ ફરાવીને ધર્મશાળામાં આવીને દેરાસર દર્શન કરીને જમવા ગયા અને પછી ચા-કોફી પીને ફરીને શિરોલી જવા ઉપડ્યા. ત્યાં સીમંધર સ્વામીના દેરાસરમાં નૈવેદ્ય વગેરેથી પૂજા કરીને ચોવિહાર બાદ હોલમાં ભેગા થયા. ત્યાં બધાએ પોતાના પ્રતિભાવો આપ્યા જે વર્ણવવા શબ્દો નથી. તે પછી આરતીનો લાભ લઈ કોલ્હાપુર સ્ટેશને જવા રવાના થયા. ૧૮-૧૧-૨૦૧૦ના સોમવારે સવારે ટ્રેન મારફતે પાછા ફર્યા.

બે દિવસનો પ્રોગ્રામ હોવાથી એક વ્યક્તિ દીઠ રૂા. ૨૫૦૦ જેટલો ખર્ચ હતો પરંતુ સમાજે માત્ર રૂા. ૧૧૦૦ જ લીધા હતા.

બીજો એક દુઃખદ બનાવ - ભુજ સમાજના ઉમદા કાર્યકર્તા અને હંમેશા હસતા એવા કમિટી મેમ્બર નીતિનભાઈ રાઘવજી ઝવેરી, ઘાટકોપર. જેમણે ૧૧ નવેમ્બરે અચાનક આપણા વચ્ચેથી વિદાય લીધી. ભુજ સમાજે એક સારા કાર્યકર્તા ગુમાવેલ છે.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates