કેન્સરના દર્દીઓને એક લાખ રૂપિયાનું દાન

  • Event Date : 01 December 2019
  • Organised by : જન કલ્યાણ મેડીકલ સોસાયટી
  • Sanstha : જન કલ્યાણ મેડીકલ સોસાયટી
  • Location : માંડવી
  • 111

બંદરીય માંડવી શહેરમાં અઢી દાયકાથી વધારે સમયથી આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા ‘જન કલ્યાણ મેડીકલ સોસાયટી’સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરને તાજેતરમાં કેન્સરના ગરીબ દર્દીઓ માટે રૂપિયા એક લાખનું દાન મળેલ છે.

સ્વ. પ્રિતેશ મનસુખલાલ લીંબાણીની સ્મૃતિમાં હ. પુષ્પાબેન મનસુખલાલ લીંબાણીએ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ કેન્સરના ગરીબ દર્દીઓ માટે રૂા. એક લાખનું દાન જાહેર કરેલ. તાજેતરમાં દાતા પરિવાર વતી માનકુવા, તા.ભુજના ડોકટર રમેશભાઈ ઉકાણી, મંજુલાબેન રમેશભાઈ ઉકાણી અને નમ્રતા આનંદભાઈ ઉકાણીએ સંસ્થાના પ્રમુખશ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીને રૂપિયા એક લાખના દાનનો ચેક અર્પણ કરેલ એમ શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.

સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી, મંત્રીશ્રી સંજયભાઈ ડગાળાવાલા, ઉપપ્રમુખ ભાવનાબેન ઉદ્દેશી, ખજાનચી ડૉ હર્ષદભાઈ ઉદ્દેશી, સહમંત્રી અરવિંદભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates