વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો

  • Event Date : 01 December 2019
  • Organised by : તપગચ્છ સંઘ
  • Sanstha : તપગચ્છ સંઘ
  • Location : ભુજ
  • 117

ચાતુર્માસની પૂર્ણાહૂતિમાં મધુરભાષી પૂ.સા. હેમલતાશ્રીજી મ.સા. પ્રવર્તિની પદ વિભૂષિત પૂ.સા. પ્રજ્ઞલતાશ્રીજી મ.સા.નાં શિષ્યા વલ્લભજ્યોતિ ગુરુગરિમાથી અલંકૃત પૂ.સા. જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ૬૧માં જન્મદિનની ઉજવણી સંદર્ભે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનાં ભાગરૂપ ગુરુમૈયાનો સ્કેચ દોરવો, ‘વ્હાલા ગુરુમૈયા’એ શીર્ષક હેઠળ કાવ્ય લેખન તેમજ ગુરુમૈયાનાં ગરવા ગુણોનું દર્શન એ વિષય પર નિબંધલેખન સ્પર્ધા યોજવામાં આવેલ. જેમાં સ્કેચ દોરવાની સ્પર્ધામાં મેઘના સુરેશભાઈ શાહ, કાજલ રાજેશભાઈ શાહ તેમજ દેવાંશી આર. મહેતા, કાવ્ય લેખનમાં જયશ્રી દીપક ઝવેરી, સેજલ બાદલ શેઠ અને બીના ડી. મહેતા, નિબંધલેખનમાં અપેક્ષા અંકુર ભણશાળી, હર્ષા વિપુલ ઝવેરી, વીણા વી. શેઠ અગ્રક્રમાંકે રહ્યાં હતાં. સહુને માતુશ્રી ઈન્દુમતિબહેન પ્રેમચંદ શાહ પરિવાર હ. નલિનીબેન શાહ, અભય કલરલેબ હ. અમિતાબેન ગાંધી તેમજ મરુદેવા સામાયિક મંડળ હ. પૂર્ણિમાબેન શાહ અને અરુણાબેન શાહ દ્વારા ઈનામો આપવામાં આવેલ.

નિર્ણાયકો તરીકે વૈશાલીબેન બુદ્ધભટ્ટી, પદ્મિનીબેન વોરા, જાગૃતિબેન વકીલ, કવિતાબેન ઝવેરી, પ્રતિમાબેન શાહ અને અમિતાબેન ગાંધીએ સહયોગ આપેલ. સ્પર્ધાનાં સંયોજક નલિનીબેન શાહે ભાગ લેનાર સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર- એ રત્નત્રયીની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિમાં સદ્‌ગુરુનું સાનિધ્ય અને કૃપાદૃષ્ટિ જીવનને ઉર્ધ્વગામી બનાવવા પારસમણિ સમાન છે. તેઓએ સદ્‌ગુરુ ચરણે સમર્પણ અને ભક્તિ દ્વારા પરમ તત્વને પામવા સંકલ્પબદ્ધ બનવાનો સૌને અનુરોધ કર્યો હતો.

તપગચ્છ સંઘનાં હોદ્દેદારો પૈકી શાંતિભાઈ ઝવેરી, કીર્તિભાઈ શાહ, નિલેશભાઈ મહેતા, હેમુભાઈ શાહ, વીરસેનભાઈ શાહ, કમલેશભાઈ સંઘવી ઈત્યાદિએ કાર્યક્રમની સરાહના કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates