અષાઢી બીજનો કાર્યક્રમ

  • Event Date : 04 July 2019
  • Organised by : શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર કલીકટ
  • Sanstha : શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર કલીકટ
  • Location : કલીકટ
  • 110

ઉપરોક્ત પરિવારમાં અષાઢી બીજનો પ્રોગ્રામ વિ.સં. ૨૦૭૫ તા. ૪-૭-૨૦૧૯ના ગુરુવારે શ્રી જૈન મહાજન વાડી હોલમાં ઉજવાયો.

કાર્યક્રમની શરૂઆત અષાઢી બીજની પ્રભાતે ૭.૪૫ કલાકે સામુહિક દરિયાપૂજનથી કરવામાં આવેલ. ભાઈઓ-બહેનો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવું વર્ષ ઉજવ્યું. ત્યારબાદ ૮ વાગે શ્રી મહાજનવાડી હોલમાં અલ્પાહાર રાખેલ.

‘વીર પસલી’ તા. ૨૩-૮-૨૦૧૯ના સાંજે ૪ કલાકે શ્રી મહાજનવાડી હોલમાં વીર પસલીની ઉજવણી કરેલ. કાર્યક્રમની શરૂઆત હોદ્દેદારોએ દીપ પ્રગટાવીને કરેલ. કુ. જીનાલી શાહ, કુ. પરીના શાહ તથા કુ. જીયા મહેતાએ પ્રાર્થના કરી. પ્રમુખ શ્રીમતી પૂર્ણિમા રમેશભાઈ મહેતાએ સૌ બહેનો-બાળકોનું સ્વાગત કરી વીરપસલીની શુભેચ્છા પાઠવેલ.

શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર, હૈદ્રાબાદના પ્રમુખશ્રી રમેશભાઈ મણીલાલ શાહની ચિર વિદાયથી પરિવારને ભારે ખોટ પડેલ છે. તેમનાં આત્માની શાંતિ માટે તથા દિવંગત સભ્યોનાં આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપેલ.

પ્રમુખશ્રીએ નવી કાર્યવાહક સમિતિ ૨૦૧૯-૨૧ની ઓળખવિધી કરાવેલ. ૨૧મી સદીની ‘સોનબાઈ’ હરિફાઈ રાખેલ જેમાં અલગ અલગ કેટેગરી રાખેલ. ડ્રેસ કોડ બાંધણી રાખેલ. દરેક ભાગ લેનાર બહેનોને કેટ વોક કરાવેલ. બાળકો માટે રમતગમત રાખેલ. લકી ડ્રો તેમજ હાઉઝી રાખેલ. દરેક હરીફાઈ કેટેગરી પ્રમાણે ઈનામ આપેલ. હરિફાઈમાં ભાગ લેનાર બહેનો તથા બાળકોને પ્રોત્સાહન ઈનામ આપેલ. હરીફાઈનાં જજ શ્રીમતી પુષ્પલબહેન ભુલાણી તથા શ્રીમતિ ઝયોતિકાબહેન મહેતા હતા.

કાર્યક્રમ, રમતગમતનું સંચાલન કુ. ધ્રુવી સી. શાહ તથા શ્રીમતી ભાવિકાબેન સંઘવીએ કરેલ. શ્રીમતી બીનાબેન ડી. મહેતાએ આભારવિધી કરેલ. સ્વાદિષ્ટ ભોજન માણી સૌ છૂટા પડેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates