રૂા.૧,૦૪,૦૦૦નું દાન

  • Event Date : 01 December 2019
  • Organised by : જય જિનેન્દ્ર ભક્તિ મંડળ
  • Sanstha : જય જિનેન્દ્ર ભક્તિ મંડળ
  • Location : માંડવી
  • 127

છેલ્લા ૨૨ વર્ષોથી એકધારી જીવદયાની પ્રવૃત્તિ કરતા જય જિનેન્દ્ર ભક્તિ મંડળને જુદા જુદા ક્ષેત્રો માટે રૂા.૧,૦૪,૦૦૦નું દાન છેલ્લા ચાર મહિનામાં મળેલછે. સંસ્થાના પ્રવક્તા શ્રી જુમખલાલ સી. શાહે દાતાઓનો આભાર માનતાં જણાવેલ કે ૨૨ વર્ષથી જીવદયા તથા ધાર્મિક ક્ષેત્રે કામ કરતા મંડળને મળેલ દાનની રકમ સુકૃત માર્ગે વપરાય છે. જીવદયા, સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ, પશુઓને ઘાસચારો, ભુસો, કૂતરાને રોટલા તેમજ મધ્યમ વર્ગનાં લોકોને રાશનકીટ વગેરેનું કાર્ય મંડળ કરી રહ્યું છે.

દાતાઓના નામો :

રૂા.૨૫,૦૦૦/- કૂતરાના રોટલા માટે. છ કોટી જૈન સંઘ માંડવી તરફથી ગીતાકુમારી મહાસતીજીની પ્રેરણાથી.

રૂા. ૨૦,૦૦૦/- છ કોટી જૈન સંઘ-માંડવી તરફથી જીવદયામાં.

રૂા. ૧૦,૦૦૦/- સ્વ. દમયંતીબેન વોરા તરફથી જીવદયામાં.

રૂા. ૮,૦૦૦/- જયંતિલાલ અમ્રતલાલ શેઠ તરફથી જીવદયામાં મૂ. માંડવી. હાલ અમદાવાદ.

રૂા. ૨૫,૦૦૦/- બિપીન અમ્રતલાલ શાહ તરફથી સાધર્મિકોને આંબા તથા જૈન આશ્રમના આશ્રિતોને મિષ્ટાન ભોજન.

રૂા. ૬,૦૦૦/- ભૂપેન્દ્ર રવિલાલ દોશી, મુંબઈ તરફથી જીવદયામાં.

રૂા. ૫,૦૦૦/- હીરાબેન રતિલાલ શાહ માંડવી તરફથી જીવદયામાં.

રૂા. ૫,૦૦૦/- ભુપેન્દ્ર જે. શાહ/ઝવેરબેન સી. શાહ તરફથી જીવદયામાં.

જીવદયાની પ્રવૃત્તિમાં દર રવિવારે માંડવી (નાગલપુર) મધ્યે પાંજરાપોળમાં નબળા ઢોરોને ભૂસું ખવડાવવા માટે સંસ્થાનાં જુમખલાલ શાહ, પ્રવિણભાઈ સંઘવી તથા લહેરીકાંત એન. શાહ રૂબરૂ દેખરેખ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છે.

કૂતરાને રોટલા શ્રી વીરસેનભાઈ શાહ તથા સાધર્મિક ભક્તિનું કામકાજ શ્રી રાજેન્દ્રભાઈ શાહ તથા જયશ્રીબેન શાહ સંભાળી રહ્યા છે તેમજ નાણાંકીય બધી વ્યવસ્થા પરેશ સંઘવી સંભાળી રહ્યા છે. કોમ્પ્યુટર તેમજ ભક્તિની વ્યવસ્થા વિરલ નાનાલાલ શાહ સંભાળી રહ્યા છે.

આ રીતે દાનમાં આપેલ પૈસાનો સો ટકા ઉપયોગ જીવદયા તથા અન્ય ક્ષેત્રે થઈ રહ્યો છે.

આંયબીલની ઓળી કરનારાઓનું સન્માનઃ માંડવી : આસો માસની નવપદની શાશ્વતની આયંબિલની ઓળી કરનારાઓ ભક્તિ મંડળના સભ્યોનું સન્માન કરવામાં આવેલ.

દાતા શ્રીમતી ભાનુબેન નરેન્દ્રભાઈ પટવા, માંડવી, હાલે મુંબઈ દ્વારા કરાવવામાં આવેલ અને ઓળી કરનારાઓ દરેકને ચાંદીના સિક્કા વડે સન્માનવામાં આવેલ હતા.

આયંબિલની ઓળી કરનારાઓ ૬૬માંથી ૧૩ સભ્યો ભક્તિ મંડળના હતા. તેઓનું સન્માન ભક્તિ મંડળના જુદા જુદા સભ્યો દ્વારા કરવામાં આવેલ. શ્રીફળ તથા માળા દ્વારા સન્માન કરવામાં આવેલ.

૧) જુમખલાલ સી. શાહનું સન્માન મદનભાઈ શાહે, ૨) તરૂણભાઈ મહેતાનું સન્માન શ્રી ભરતભાઈ ગાંધીએ, ૩) મયુરભાઈ શાહનું સન્માન શ્રી અશોકભાઈ શાહે, ૪) મંજરીબેનનું સન્માન કલ્પના ગાંધીએ, ૫) કલ્પનાબેન મહેતાનું સન્માન ભાવનાબેન ગાંધીએ, ૬) શિલ્પાબેન સંઘવીનું સન્માન ભારતીબેન સંઘવીએ ૭) જયશ્રીબેન ભરતભાઈનું સન્માન જયશ્રી શાહે, ૮) પલ્લવીબેન દોશીનું સન્માન કુસુમબેન શાહે, ૯) લીલુબેન શાહનું સન્માન હિનાબેન મહેતાએ, ૧૦) લીનાબેન શાહનું સન્માન રીટાબેન શાહે, ૧૧) રીનાબેન દોશીનું સન્માન મંજરીબેન શાહે, ૧૨) કિશોરભાઈ મહેતાનું મુકેશભાઈ શાહે, ૧૩) સ્મિતાબેન દોશીનું રીનાબેન દોશીએ કરેલ.

ભરતભાઈ શાહે આભારવિધી કરેલ અને લંડનમાં થતી આયંબિલની ઓળી વિશે વિગતવાર સમજણ આપેલ.

નવકાર મંત્રની ધૂન બાદ કાર્યક્રમ પૂરો થયેલ.

તપસ્વીઓનું સન્માન : પર્યુષણ પર્વ દરમિયાન તપસ્યા કરનારાઓનું ભક્તિ મંડળના સભ્યોનું સન્માન કરવામાં આવેલ.

શ્રી વીરલભાઈ શાહના ઘરે ભક્તિભાવના સ્તવનનો કાર્યક્રમ પૂરો થયા બાદ સન્માનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. સૌપ્રથમ તપસ્વીઓ તથા સભ્યોને શ્રી જુમખલાલ સી. શાહે આવકાર્યા હતા. ૩૪ ઉપવાસ કરનાર પલ્લવીબેન દોશીનું સન્માન ચેતનાબેન શાહે માળા પહેરાવીને તથા શ્રીમતી સુભદ્રાબેન શાહે શ્રીફળ આપી સન્માન કરેલ. 

આઠ ઉપવાસના તપસ્વી શ્રી અશ્વિનભાઈ મહેતાનું સન્માન માળા પહેરાવીને શ્રી લહેરી શાહે તથા શ્રીફળ આપીને શ્રી પ્રદીપભાઈ દોશીએ સન્માન કરેલ. તે દિવસે ભક્તિ મંડળના સભ્યો પલ્લવીબેન દોશી, કિશોરભાઈ મહેતા, પ્રદીપભાઈ દોશી તથા જુમખભાઈ શાહ દ્વારા આયંબિલ તપની આરાધના કરવામાં આવેલ

નવકાર મંત્રની ધૂન બાદ કાર્યક્રમ પૂરો થયેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates