ક્ષમાપના અને નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન

  • Event Date : 03 November 2019
  • Organised by : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ ડોંબીવલી
  • Sanstha : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ ડોંબીવલી
  • Location : ડોંબીવલી
  • 194

શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ, ડોંબીવલી આયોજીત ક્ષમાપના અને નૂતન વર્ષાભિનંદન, સ્નેહમિલન તા. ૩-૧૧-૨૦૧૯ રવિવારે હોરાઈઝન હોલ, ડોંબીવલી (ઈ). ખાતે આયોજિત કરવામાં આવેલ.

આ વર્ષના સંપૂર્ણ દિવસના દાતાશ્રી સ્વ.પરેશકુમાર લીલાધર વોરાના સ્મરણાર્થે માતુશ્રી લતાબેન લીલાધર વોરા પરિવાર અને સ્વ. ઝુમખલાલ જેવતલાલ સંઘવીના સ્મરણાર્થે પુષ્પાબેન મુકેશ સંઘવી હતા.

દિવ્ય મહિલા મંડળ આયોજિત એક્યુપ્રેશર કેમ્પ રાખવામાં આવેલ તેમાં સમાજના અનેક ભાઈ-બહેનોએ લાભ લીધેલ. સવારે નવકારશી (માતુશ્રી હસવંતીબેન નટવરલાલ મહેતા પરિવાર તરફથી)નો લાભ લીધેલ ત્યારબાદ નાના ભૂલકાની ચિત્રકામ સ્પર્ધા અને નાર ગુર્જરી મહિલા મંડળ આયોજિત શણગાર હરીફાઈ યોજવામાં આવેલ.

સવારે ૧૦.૩૦ વાગે દીપ પ્રાગટ્ય, નવકાર મંત્ર તથા સામુહિક ક્ષમાપના, સાલ મુબારક, કારોબારી કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલ.

પાઠવશાળાના વિદ્યાર્થી તથા શિક્ષકોનું બહુમાન માતુશ્રી ઝવેરબેન ગાંગજીભાઈ શેઠ પરિવાર હ. નયનાબેન વિનોદભાઈ દ્વારા કરવામાં આવેલ અને તપસ્વીઓનું બહુમાન સ્વ. જેઠાલાલ મોતીલાલ સંઘવી પરિવાર અને વિદ્યાગૌરી રમણિકલાલ શાહ પરિવાર દ્વારા કરવામાં આવેલ.

આ વર્ષે સમાજના ચાર દીક્ષાર્થીઓ પધાર્યા હતા તેમનું બહુમાન હર્ષોલ્લાસથી સમાજ દ્વારા કરવામાં આવેલ અને તેમને વધાવવામાં આવેલ. દરેક સમાજના આવેલ મહેમાનોનું સ્વાગત અને બહુમાન કરવામાં આવેલ.

શૈક્ષણિક બહુમાન જુનીઅર કે.જી.થી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવેલ અને એસ.એસ.સી.માં અવ્વલ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને ‘મયૂર ધ્વની’ ટ્રોફી માતુશ્રી નિર્મળાબેન ઝુમખલાલ સંઘવી પરિવાર વતી ધ્વની મુકેશ સંઘવી દ્વારા એનાયત કરવામાં આવેલ.

દાતાશ્રી પરિવારોનું બહુમાન માતુશ્રી હિરાબેન મગનલાલ મહેતા દ્વારા કરવામાં આવેલ. બપોરે સ્વામી વાત્સલ્ય ભોજનનો રસાસ્વાદ માણ્યા બાદ ટેલેન્ટ શૉમાં બાળકોએ તથા મોટાંઓએ સુંદર નૃત્ય કલા દાખવેલ. તેમને યોગ્ય રીતે બહુમાનીત કરેલ.

લકી ફેમિલી ડ્રોમાં ૧૦ ઈનામો શ્રીમતી સાધનાબેન અનિલ વસા પરિવાર હ. કૃપાલી, ભાવિની દ્વારા આપવામાં આવેલ.

સંગીત સંધ્યામાં વૈશાલીબેન કારાણી અને સાથી કલાકારોએ સુંદર સૂરિલા ગીતોથી મનોરંજન કરેલ. આ પ્રોગામ વચ્ચે આવતા વર્ષના દાતાશ્રીઓનો ચઢાવો લેવામાં આવેલ.

સાંજે ચૌવિહારનો રસસ્વાદ (માતુશ્રી નિર્મળાબેન કાંતીલાલ શાહ પરિવાર હ. રિદ્ધિ, મહેક, તૃપ્તિબેન કીર્તિ શાહ) સૌ સભ્યોએ લીધેલ. છેલ્લે રાસ-ગરબાની રમઝટ માણી સૌ સભ્યો છૂટા પડેલ.

શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ, ડોંબીવલી સૌ દાતાશ્રીઓનો, આમંત્રિત મહેમાનોનો, દીક્ષાર્થીઓનો અને સમાજના સર્વે સભ્યોનો આભાર માને છે.

આ વર્ષની દર્શનયાત્રાનું આયોજન તા.૩૦-૧-૨૦૨૦થી તા. ૩-૨-૨૦૨૦ના સરદાર પટેલ સ્ટેચ્યુ કેવડીયા, શ્રી મણીલક્ષ્મી તીર્થ અને આસપાસના તીર્થો અને દર્શનીય સ્થળોનું કરવામાં આવેલ છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates