રક્તદાન શિબીર

  • Event Date : 02 October 2019
  • Organised by : ડોંબીવલી જૈન સંઘ
  • Sanstha : ડોંબીવલી જૈન સંઘ
  • Location : ડોંબીવલી
  • 207

કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પ.પૂ. ગુરુવર્ય શ્રી ધીરજલાલ સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા અને પ્રખરવક્તા અને લેખક પ.પૂ. નરેશમુનિ મ.સા.ના ૬૨માં જન્મદિને તા. ૨-૧૦-૧૯ના ડોંબીવલી (મુંબઈ)માં યોજાયેલી રક્તદાન શિબીરમાં કુલ ૪૧૯ બોટલ (યુનિટ) બ્લડ એકઠું થયું હતું.

શ્રી મહાવીર સ્થાનકવાસી જૈન સંઘ ડોંબીવલી (ઈ.) મુંબઈના તરૂણ મિત્ર મંડળના સંપૂર્ણ સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. તેમ અભિયાનના પ્રમુખ ડૉ. દિનેશભાઈ જોશી, મંત્રી દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ જી. શાહે જણાવેલ.

ડોંબીવલીના શુભમ્‌ બેન્કવેટ હોલમાં સવારના ૮થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલેલી આ શિબીરમાં કુલ ૪૧૯ ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરીને રક્તદાન મહાદાન પંક્તિને સાર્થક કરેલ.

દરમિયાન પૂ. નરેશમુનિ મ.સા.ના જન્મદિવસે ડોંબીવલી જૈન સંઘના ઉપક્રમે તપ, ત્યાગ અને દયા વ્રત વગેરે અનુષ્ઠાનેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા..
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates