સાંવત્સરી ક્ષમાપના સ્નેહમિલન કાર્યક્રમ

  • Event Date : 15 September 2019
  • Organised by : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ સુરત
  • Sanstha : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ સુરત
  • Location : સુરત
  • 259

શ્રી કચ્છી ગુર્જર  જૈન સમાજ સુરતનો સાંવત્સરિક ક્ષમાપના, સ્નેહ મિલન કાર્યક્રમ અદ્‌ભુત તપસ્વી બહુમાન અને ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્વામી વાત્સલ્ય સાથે શ્રી રાજેશ નાનાલાલ વિશનજી મહેતાના પ્રમુખપદે યોજવામાં આવેલ. આ અવસરે સમાજની નિયાણી બહેનોએ આમંત્રણને સ્વીકારી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડેલ.

૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ રવિવારે ગેલેક્સી બેંક્ટ હોલ પાલ, સુરતમાં સવારે ૧૦ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થયેલ. સર્વપ્રથમ શ્રી આદિનાથી ભગવાનના ફોટા સમક્ષ સમાજના પ્રમુખ રાજેશ મહેતા પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ઝવેરી અને કીર્તિભાઈ શાહે કમિટીના સભ્યો સાથે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત તાલીઓના ગડગડાટથી કરી શ્રીમતી ભેરવી હિમાંશું શાહ અને સોનલ સુધીર શાહે શ્રી નવકાર મંત્ર રજૂ કરેલ. પ્રમુખશ્રીએ ક્ષમાપના અને તપસ્યાનો મહિમા બતાવતાં સર્વેને સામૂહિક ક્ષમાપના કરાવેલ. ધાર્મિક થીમ પર યોજેલ સાંસ્કૃતિ પ્રોગ્રામમાં બાળકો દ્વારા નાટક, ડાન્સ અને એક પાત્રીય અભિનય પ્રસ્તુત કરવામાં આવેલ. સમાજના ઉપપ્રમુખ શ્રી રાજનભાઈ શાહે સુખની પરિભાષા પર વકતવ્ય પ્રસ્તુત કરેલ. શ્રી નાનાલાલ વિશનજી મહેતા પરિવાર દ્વારા સર્વેનું સંઘપૂજન કરવામાં આવેલ. ધાર્મિક ક્વીઝમાં લગભગ ૪૮ સભ્યોએ ભાગ લીધેલ. ધાર્મિક ક્વીઝ શ્રીમતી હેતલબેન સંજયભાઈ મહેતા અને શ્રીમતી ભવિતાબેન કૌશિકભાઈ શાહ દ્વારા રમાડવામાં આવેલ જેમાં લોકોને ઘણું જાણવા મળેલ.

સમાજની કમિટીના મેમ્બર પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાથે મંચાસીન થયા અને મંત્રીશ્રી મુકેશ નાનાલાલ મહેતાએ વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કરતાં આગામી કાર્યક્રમની જાણકારી આપેલ. ખજાનચી શ્રી દિનેશભાઈ શાહે નાણાકીય અહેવાલ પ્રસ્તુત કરેલ. દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ જીવદયાના ફાળામાં સર્વેએ સારું યોગદાન આપેલ.

સમાજના લગભગ ૪૪ જેટલા તપસ્વીઓનું બહુમાન સમાજના પ્રમુખ, પૂર્વપ્રમુખ અને કમિટીના સભ્યો દ્વારા નાની-મોટી તપસ્યા જેમકે મૂળ વિધીથી ઉપધાન તપ, પાંત્રીસો, અઠ્ઠાવીસો, શત્રુંજય તપ, સમ્યક ચારિત્ર તપ, નવકાર તપ, આગમ તપ, રત્નત્રયી તપ, અગ્યાર અંગતપ, નવાઈ, અઠ્ઠાઈ, અઠ્ઠમ, છઠ, નવ્વાણું યાત્રા આદિ કરેલ તે સર્વેનું બહુમાન સમાજ દ્વારા કરવામાં આવેલ. નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ચોમાસામાં ચોવિહાર, એકાસણા, પૌષધ આદિ કરેલ હોય તેમનું પણ બહુમાન કરી અનુમોદના કરેલ. સંઘ પૂજનના લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને પ્રોત્સાહિત કરી બહુમાન કરવામાં આવેલ. કાર્યક્રમનાં અંતે આભારવિધી શ્રી મુકેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી ભૈરવીબેન હિમાંશુ શાહ અને શ્રીમતી હેતલબેન સંજયભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates