વિનામૂલ્યે શ્રી સદ્‌ગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ સંપન્ન

  • Event Date : 02 October 2019
  • Organised by : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ, સુરત
  • Sanstha : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ, સુરત
  • Location : સુરત
  • 342

શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ સુરતની પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે આ બીજી શિબીર હતી જેમાં દેશના કોઈપણ નાગરિક કોઈપણ જાતના નાત-જાત ધર્મ કે કોમના ભેદભાવ વગર વિનામૂલ્યે મેઘા નેત્રયજ્ઞ ફ્રી ઓપરેશન સાથે યોજાયેલ.

આંખના નિષ્ણાંત ડૉકટર શ્રી અલ્કેશભાઈ ખેરડીયા, પેથોલોજિસ્ટ શ્રી નાનુભાઈ, સમાજના પ્રમુખશ્રી રાજેશભાઈ મહેતા તથા સમાજના ઉપસ્થિત સભ્યો દ્વારા દીપ પ્રજ્વલિત કરી શ્રી આદિનાથ ભગવાન અને ગુરુદેવને માળા પહેરાવીને કેમ્પની શરૂઆત કરવામાં આવેલ. જેમાં આંખના ૧૩૦ દર્દીઓના રજિસ્ટ્રેશન શ્રી દિનેશ શાહ, શ્રી પંકજ શાહ, શ્રી નીલેશ ઝવેરી તથા શ્રી રાજેશ ડી. મહેતા દ્વારા કેમ્પ સ્થળ પર કાઉન્ટર પર કરેલ. સર્વશ્રી યોગેશ સંઘવી, સુધીરભાઈ સંઘવી તથા શ્રી કુણાલ વોરાએ રજિસ્ટર થયેલ દદર્ીઓને ક્રમસર ગોઠવણી કરી ડૉકટર સાહેબ પાસે મોકલી આંખોની તપાસ કરાવી, જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવેલ.

સર્વશ્રી વૈભવ શાહ, વિવેક શાહ અને ધરા શાહે ૬૧ જેટલા મોતિયાના દર્દીઓના તથા રવેલના દર્દીઓને પેથોલોજીના કાઉન્ટરમાં મૂકી સુગર ટેસ્ટ કરાવેલ જેમાંથી ૩૩ દદર્ીઓને સ્પેશલ લકઝરી બસ દ્વારા રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવેલ. બાકીના દર્દીઓને જવાની અનુકૂળતા ન હોવાથી પછીથી રવિવારે ઓપરેશન માટે મોકલવામાં આવશે. સર્વશ્રી રાજેશભાઈ મહેતા, કૌશિકભાઈ શાહ, સંજયભાઈ મહેતા, કેતનભાઈ શાહે કેમ્પમાં વિશેષ યોગદાન આપેલ. કેમ્પની વ્યવસ્થિત ગોઠવણી મંત્રીશ્રી મુકેશભાઈ મહેતાએ કરેલ.

રાજકોટથી પધારેલ નિષ્ણાંત ડૉકટર શ્રી અલ્કેશભાઈનું બહુમાન પ્રમુખશ્રીએ તિલક કરી શ્રીફળ અને શાલ ઓઢાડીને કરેલ. પેથોલોજિસ્ટ શ્રી નાનુભાઈનું બહુમાન શ્રી દિનેશભાઈ શાહ અને શ્રી નિલેશભાઈ ઝવેરીએ કરેલ તથા ડૉકટરના આસિસ્ટન્ટ શ્રી સુરેશભાઈનું બહુમાન સંજયભાઈ મહેતા અને વૈભવ શાહે તિલક કરી શ્રીફળ અને શાલ ઓઢાડીને કરેલ.

રાજકોટથી પધારેલ ડૉકટર સાહેબ, પેથોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ સહાયક તથા તમામ દર્દીઓને મંત્રીશ્રી મુકેશભાઈ મહેતા દ્વારા આવકારવામાં આવેલ તથા શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ સેવા વિશે જાણકારી આપવામાં આવેલ.

મોતિયાના ૩૩ દર્દીઓને તે જ દિવસે તા. ૨-૧૦-૨૦૧૯ના રોજ ભોજન કરાવી સ્પેશિયલ લક્ઝરી બસમાં ઑપરેશન માટે રાજકોટ મોકલી આપવામાં આવેલ. તા. ૩-૧૦-૨૦૧૯ના સવારે સર્વે દર્દીઓને એડમીટ કરી સારવાર ચાલુ કરવામાં આવેલ. તા. ૪-૧૦-૨૦૧૯ના રોજ સવારે ૮.૩૦ વાગ્યાથી સર્વે દર્દીઓના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ. સાંજે સર્વે દર્દીઓની આરતી સંધ્યા ભક્તિ કરી ગુરુદેવની આરતી કરવામાં આવેલ. સર્વે દર્દીઓને નાસ્તો, ચા-દૂધ, ભોજન, દવા, ચશ્મા વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ.

તા. ૫-૧૦-૨૦૧૯ના સવારે સર્વે દર્દીઓને સુરત પરત લાવવામાં આવેલ ત્યારે સમાજના પદાધિકારીઓએ સર્વે દર્દીઓને આવકારેલ. સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહેતાએ સમાજના સર્વે સભ્યોનો આભાર માની આ કેમ્પની સફળતા સર્વે સભ્યોના યોગદાન અને સહકારથી સંપન્ન થયેલ છે તેમ જણાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates