શ્રી કચ્છ જૈન ગુર્જર માંડવી મહિલા મંડળ, મુંબઈ

  • Event Date : 14 December 2019
  • Organised by : શ્રી કચ્છ જૈન ગુર્જર માંડવી મહિલા મંડળ, મુંબઈ
  • Sanstha : શ્રી કચ્છ જૈન ગુર્જર માંડવી મહિલા મંડળ, મુંબઈ
  • Location : મુંબઈ
  • 242

મંડળનું આ બીજું વર્ષ છે અને તા. ૯-૬-૨૦૧૯ બાદ વર્ષનો બીજો કાર્યક્રમ‘સ્પોર્ટસ ડે’ તા.૧૪-૧૨-૨૦૧૯ને શનિવારે સુમતી ગુજર્ર ભવન-ચેમ્બુર ખાતે ‘રવિરંજન હોલ’માં બપોરે ૩ વાગ્યાથી રાખેલ છે.

આપણે બાળપણમાં જે રમતો રમતા હતા જેવી કે લીંબુ-ચમચી, ટામેટા રેસ, દોરડા કુદ, બેલેન્સીંગ, ધીમી ચાલ એવી વિવિધ પ્રકારની આઠ રમતો રમાડવામાં આવશે અને દરેક મેમ્બર કોઈપણ ત્રણ રમતમાં ભાગ લઈ શકશે. જીતનાર માટે ઈનામો રાખવામાં આવેલ છે.

૨.૪૫ થી ૩.૩૦ રજિસ્ટે્રશન અને ચા- કૉફી, બિસ્કીટ. ૩.૩૦થી કાર્યક્રમની શરૂઆત.

પૂર્ણાહુતી બાદ અલ્પાહારની વ્યવસ્થા છે.

આ કાર્યક્રમમાં આવતા વર્ષ ૨૦૨૦ માટેની ૫૦૦/- ફી લઈને મેમ્બરશીપ રીન્યુ કરશું. આપનો આઈકાર્ડ સાથે લાવશો. આવતા વર્ષે આપણે માંડવીની નિયાણીઓને પણ મેમ્બર બનાવશું, આપના પરિવારમાં બહેન-દીકરી ને ઉપરાંત માંડવીના જે લોકો હજી મેમ્બર ન હોય તેઓ કોઈની સાથે બે ફોટા અને ૫૦૦/- રૂા. મોકલીને મેમ્બર બની શકશે. સારા સારા કાર્યક્રમ માણવા અને બધાને હળવા-મળવા જરૂરથી મેમ્બર બનશો.

આ વર્ષે શ્રી ક.વી.શ્રી.ઓ. ગુજર્ર જૈન જ્ઞાતિ સમાજ, મુંબઈએ તા.૧૨-૧-૨૦૨૦નાં રોજ ટેલેન્ટ શૉનું આયોજન કરેલ છે. જેમાં પેટા સમાજ પોતાના તરફથી ત્રણ એન્ટ્રી મોકલી શકશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૨૫-૧૧-૨૦૧૯ છે. આપણા મંડળ વતી જો આપ વ્યક્તિગત અથવા ગ્રુપ બનાવીને ભાગ લેવા ઈચ્છતા હો તો આપના નામ અમારી કમિટીને લખાવશો.

- પુષ્પા સંઘવી - ૯૩૨૦૬ ૬૩૮૫૫

- રીટા સંઘવી - ૮૩૬૯૯ ૭૨૪૪૨

- દીના શાહ - ૯૯૨૦૦ ૪૦૨૫૫

- માધવી શાહ - ૯૮૨૧૭ ૬૭૧૬૮

- દિપીકા વસા- ૯૧૬૭૩ ૩૭૩૫૦

- પ્રીતિ શાહ - ૯૯૨૦૬ ૯૬૩૧૬
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates