માસક્ષમણ તપનો પારણા મહોત્સવ

  • Event Date : 01 October 2019
  • Organised by : છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ
  • Sanstha : છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ
  • Location : ભુજ
  • 209

પ.પૂ. પરિજ્ઞાબાઈ મહાસતીજી આદી ઠાણા-૪ તથા અન્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં તાજેતરમાં સંઘના પ્રમુખશ્રી અમરશીભાઈ મહેતા તથા મંત્રી શ્રી ધીરજભાઈ દોશીના વડપણ હેઠળ સકલ શ્રી સંઘની ઉપસ્થિતિમાં તપસ્વી રત્ન ફ્રેશી ચેતનભાઈ પૂજનો માસક્ષમણ તપનો પારણા મહોત્સવ ઉજવાયો હતો.

મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતી ૧૮ વર્ષીય તપસ્વી રત્ન ફ્રેશી ચેતનભાઈ પૂજના માસક્ષમણ તપની અનુમોદનાર્થે તપ બહુમાન યાત્રા (શોભાયાત્રા)નું આયોજન કરાયું હતું. જેનો શુભારંભ શ્રી છ કોટી જૈન સંઘના સ્થાનકના પ્રાંગણથી થયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને તપસ્વી અમર રહોના ગગનભેદી નાદ સાથે બહુમાન યાત્રા પારણા સ્થળે જૈન વંડા મધ્યે પહોંચેલ.

પારણા સ્થળ જૈન વંડા મધ્યે પૂ. મહાસતીજી તથા સાધ્વીજી ભગવંતોએ તપને કર્મ નિજર્રાનું અમોઘ શસ્ત્ર ગણાવી યુવાન વયે આહાર સંજ્ઞા પર લગામ કસી એકલ પંડે અને તપશ્ચર્યાના ની ગેરહાજરીમાં મહામૃત્યુંજય (માસક્ષમણ) તપની ઉગ્ર આરાધના કરનાર કુ. ફ્રેશી અને તેને પ્રોત્સાહન પૂરું પાડનાર દાદા નવીનભાઈ પૂજ તથા સમગ્ર પરિવારની અનુમોદના કરી આશીર્વાદ આપેલ.

તપસ્વી રત્નનો બહુમાન કરવાનો લાભ સાધક શ્રી મધુભાઈ દોશીએ સળંગ ૧૭ ઉપવાસથી અને સંઘ પ્રમુખ શ્રી અમરશીભાઈ મહેતાએ વર્ષમાં ૫૪ આયંબીલ કરવાથી તથા મમતાબેને ૨૨ ઉપવાસ કરવાના સંકલ્પથી લઈ અનુમોદના કરાવેલ. આ પાવન પ્રસંગે શ્રી આઠ કોટી મોટી પક્ષ તથા તપગચ્છના પૂ. સાધ્વીજી ભગવંતોએ ખાસ નિશ્રા પ્રદાન કરી આશીર્વાદ આપેલ તેમજ રાપર, સુરત, ગાંધીધામ વગેરેના મોવડીઓ ખાસ ઉપસ્થિત રહેલ અને સકળ સંઘની ઉપસ્થિતિમાં સંઘના મોવડીઓ, સ્નેહીજનો, પરિવારજનો વિ. કુ. ફ્રેશીને પારણું કરાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates