સંગીત મઢી સાંજ

  • Event Date : 21 September 2019
  • Organised by : શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર
  • Sanstha : શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર
  • Location : મુંબઈ
  • 57

શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર દ્વારા આયોજીત આ વર્ષના ત્રીજા કાર્યક્રમમાં સંગીત મઢી સાંજમાં ૫૬૦ જેટલા મેમ્બરોની હાજરીમાં રાસ-ગરબાનું આયોજન તા. ૨૧-૯-૨૦૧૯ શેઠશ્રી ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં શનિવારે સાંજે થયેલ.

આ કાર્યક્રમમાં ગુજરાતી ગીતોના તાલે ગરબાની રમઝટ તથા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આમાં સારું રમનાર, સારા ડ્રેસમાં આવનાર ૩થી ૬૦ વર્ષનાને ચાર કેટેગરીમાં સમાજ તરફથી આકર્ષક ટ્રોફી આપવામાં આવેલ.

ત્રણ કલાક સુધી સંગીત તથા ત્યાર પછીના ડીનરના ઉત્તમ આયોજન માટે આવેલ મહેમાનો દ્વારા આપેલા પ્રશંસાના પુષ્પોને વધાવીએ છીએ. અમારા આ વર્ષના પહેલા બે પ્રોગ્રામ : ૧. બીગ બોસ હાઉસ ગેમ શૉ. ૨. વુમન વેલનેસ વર્કશોપ તથા આ ત્રીજા કાર્યક્રમમાં પણ જાહેર ખબર તથા ઈનામો દ્વારા પોતાનો સપોર્ટ આપનારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.

હવે પછીના આવનારા કાર્યક્રમો આવી ઉત્તમ રીતે આપવા મંડળની કમિટી કટિબદ્ધ છે. મંડળના સભ્યોને વિનંતી કે જેમણે પોતાનો વૉટસએપ નંબર લખાવ્યો ના હોય તેમણે વહેલી તકે નોંધ કરાવવો. હવે પછીની બધી માહિતી વોટસએપ પર જ આપવામાં આવશે તેની નોંધ લેશો.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates