નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો

  • Event Date : 26 August 2019
  • Location : ભુજ; માંડવી
  • 276

તાલપત્રીનું વિતરણ

ભુજ : નવચતેન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતાના સૌજન્યથી ગાજ-વીજ સાથે વરસી રહેલા વરસાદને ધ્યાનમાં લઈને રંક પરિવારોમાં તાલપત્રી સાથે પૌષ્ટિક આહાર, ફ્રૂટ, વસ્ત્રો આદિનું વિતરણ કરવામાં આવેલ.

પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે તા. ૯-૯-૨૦૧૯ના રોજ ભુજ નગરના અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લામાં ફૂટપાથ પર કે કાચા ઝુંપડામાં વસવાટ કરતાં અને છૂટક મજૂરી કે ભંગાર-કચરો એકઠો કરી પેટીયું રળતા ૫૦ જેટલા રંક પરિવારોને વરસાદ સામે રક્ષણ મેળવવા તાલપત્રી અને ૩૦૦ જેટલા રંક પરિવારના બાળકો, વયસ્કો, અલગારીઓ વિ.ને પૌષ્ટિક આહાર સાથે વસ્ત્રો અને ફ્રુટનું વિતરણ કરવામાં આવેલ.

સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના રાહબરી હેઠળ સર્વશ્રી પ્રદીપ દોશી, સી. સી. જોશી, અરવિંદ દામાણીયા, શાંતિલાલ મોતા, રાજેશ સંઘવી, દિનેશ મહેતા, સતીષ ભાટિયા વિ. કાર્યકરો જોડાયા હતા.

દિવ્યાંગો માટે વિવિધ મેદાની રમતોનું આયોજન 

માંડવી : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માતુશ્રી ચોથીબેન ગણેશભાઈ મહેતા, લોદ્રાણી હાલે ભુજના સૌજન્યથી કે.વી.ટી. રાયધણાપરના દિવ્યાંગો માટે વિવિધ મેદાની રમતોનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૨૦ દિવ્યાંગો પોતાની દિવ્યાંગતા ભુલી ઉત્સાહભેર જોડાયા હતા.

કે.વી.ટી.ના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમને દિવ્યાંગ છાત્રાઓએ ખુલ્લો મુક્યો હતો. પ્રાર્થના બાદ ફાધર જ્યોજર્સાહેબે દરેકને આવકાર્યા હતા.

આગળના ચરણમાં દિવ્યાંગો માટે ક્રિકેટ, મ્યુઝીકલ ચેર, ટ્રાઈસીકલ રેસ, ફુગ્ગા ફુલાવ અને ફોડ, ખો ખો, પાસીંગ ધ બોલ, ચિત્ર વિ. મેદાની રમતોનું આયોજન કરાયેલ. જેમાં ૧૨૦ જેટલા દિવ્યાંગોએ ભાગ લીધેલ. સંસ્થાના કાર્યકરોએ સાથે જોડાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બાદમાં વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા અને દરેકને આશ્વાસન ઈનામ અપાયા હતા.

સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી વી.જી. મહેતાએ મેદાની રમતોમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ દિવ્યાંગોની પીઠ થાબડી હતી અને જિંદગીમાં ક્યારેય નાસીપાસ ન થવાની અને પોતાની જીવન કેડી જાતે કંડારવાની શીખ આપેલ. બાદમાં દરેકને ભાવતા ભોજન અપાયાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી શાંતિલાલ મોતા, હિરેન દોશી, સી.સી. જોશી, પ્રદીપ દોશી, અરવિંદ દાત્રાણીયા, દિનેશ મહેતા, સતીષ ભાટીયા વગેરેએ જહેમત ઉઠાવેલ. સંચાલન શ્રી શાંતિલાલ મોતાએ અને આભારવિધી દર્શન જ્યોર્જ સાહેબે કરેલ.

જન્મદિનની ઉજવણી 

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણકેન્દ્રના ઉપક્રમે ગાંધીધામ નિવાસી પ્રદીપભાઈ લવજીભાઈ મહેતાના સૌજન્યથી ૧૨૦૦ જેટલા દિવ્યાંગો, મનોરોગીઓ, વયસ્કો, શાળાનાં ગરીબ છાત્રો વચ્ચે જઈને તેમના પુત્રવધૂ ઉર્વીબેન નીરવભાઈ મહેતાના જન્મદિનની ઉજવણી કરવામાં આવેલ.

સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી અને શ્રી દિનેશભાઈ શાહના જણાવ્યા પ્રમાણે વર્તમાન યુગમાં સ્ટાર હોટલોમાં જન્મદિનની ઉજવણી કરવાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ઉર્વીબેન અને તેમના પરિવારજનોને કંઈક આગવું કરવાની ઈચ્છા થતાં તેમણે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાનો સંપર્ક કરી સંસ્થાનો સહયોગ માંગતાં તેમના પરિવારજનો સાથે ચર્ચા કરી અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.

સંસ્થાના કાર્યકરોની વિવિધ ટુકડીઓ બનાવી જૈન આશ્રમ માંડવી, મેન્ટલ હોસ્પિટલ, રામદેવ સેવાશ્રમ, બે આનાવાળી ભોજન શાળા, દિવ્યાંગ સેવાશ્રમ રાપર વગેરેના ૪૦૦ દિવ્યાંગોને સાત્વીક ભોજન તેમજ રાવલવાડી શાળાના છાત્રો, મહિલા કલ્યાણ કેન્દ્ર વાત્સલ્યધામ અંધજન શાળા, ચીલ્ડ્રન હોમ, શ્રી લોહાણા મહિલાશ્રમ, રંક પરિવારનાં બાળકો વિ. ૮૦૦ લોકોને પૌષ્ટિક અલ્પાહારનું વિતરણ કરી તેમની વચ્ચે જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ.

જીવદયા-માનવસેવાના વિવિધ કાર્યો કરાયાં

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે તપ, જપ, સાધના, આરાધના, ઉપાસનાની સાથે સાથે વિવિધ દાતાઓના સૌજન્યથી અબોલા જીવો અને દીન-દુઃખીયા માનવોને સાતા આપતા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરીને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવેલ.

તા. ૨૬-૮-૧૯થી શુભારંભ થયેલ પર્યુષણા મહાપર્વ દરમિયાન દરરોજ ભુજ નગરના અલગ અલગ વિસ્તારો ઉપરાંત માંડવી વર્ધમાન નગર વગેરે જગ્યાએ ગાયોને રોટલા, શ્વાનોને લાડુ, પક્ષીને ચણ આપવામાં આવેલ. નિરાધારો, અલગારીઓ, રંક પરિવારો, વયસ્કો આદિ જરૂરીયાતમંદોને દરરોજ અલગ અલગ વિસ્તારોમાં પોષ્ટિક આહાર, મિષ્ટાન, ફરસાણ, વસ્ત્રો વગેરેનું વિતરણ કરાયું હતું અને તા. ૩-૯-૧૯ સુધી આ સેવા જારી રહેલ. જનરલ હોસ્પિટલમાં ૬૦૦ દર્દીઓ, માંડવી જૈન આશ્રમના ૧૨૦ વયસ્કો, મેન્ટલ હોસ્પિટલના મનોરોગીઓ સહિત ૨૦૦૦ જેટલા દરિદ્ર નારાયણોની ભક્તિ કરવામાં આવેલ. બાલિકાઓને ફ્રોક, માતાઓને સાડી, છાપરા વિનાના લોકોને તાલપત્રી, જરૂરતમંદ દર્દીઓને દવા, રાશનકીટ આદીનું વિતરણ કરાયેલ તેમજ સંસ્થાના કાર્યકરો, ૧૮ ઉપવાસ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, અઠ્ઠમ ઉપવાસ, આદી ઉગ્ર તપશ્ચર્યામાં જોડાઈ આરાધના કરેલ.

સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ સર્વશ્રી હિરેન દોશી, દિનેશ શાહ, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતી, રાજેશ સંઘવી, કૌશિક મહેતા, અશોક વોરા, સી.સી. જોશી, દિનેશ મહેતા, સતીષ ભાટીયાએ જહેમત ઉઠાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates