પચાસ હજારનું દાન

  • Event Date : 01 September 2019
  • Organised by : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Sanstha : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Location : માંડવી
  • 54

માંડવીની જનકલ્યાણ મેડીકલસોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ માંડવીના પૂર્વનગરપતિ અને સામાજિક અગ્રણી શ્રી રસીકભાઈ દોશીએ ડાયાલીસીસના ગરીબ દર્દીઓ માટે રૂપિયા પચાસ હજાર (૫૦,૦૦૦)ના દાનનો ચેક સંસ્થાના પ્રમુખશ્રી કિરણ વાડીલાલ સંઘવીને અર્પણ કરેલ.

સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી, પૂર્વપ્રમુખ શ્રી ડૉ. મધુકરભાઈ રાણા, મંત્રીશ્રી સંજયભાઈ મહેતા (ડગાળાવાળા), ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન ઉદેશી, ખજાનચી ડો. હર્ષદભાઈ ઉદેશી, સહમંત્રી અરવિંદભાઈ શાહ (ગાલા) અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતાશ્રી રસીકભાઈ દોશીનો આભાર માનેલ.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates