કલ્પસૂત્રનો વરઘોડો

  • Event Date : 29 August 2019
  • Organised by : ત્રણ ગચ્છ જૈન સંઘ
  • Sanstha : ત્રણ ગચ્છ જૈન સંઘ
  • Location : માંડવી
  • 61

બંદરીય માંડવી શહરે માં તા. ૨૯-૮-૧૯ના રોજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે કલ્પસૂત્રનો ભવ્યાતિભવ્ય વરઘોડો (રથયાત્રા) નીકળ્યો હતો.

ત્રણ ગચ્છ જૈન સંઘના ઉપક્રમે પૂ. ચરણગુણા શ્રીજી મ.સા., પૂ. ચારુવિજયાશ્રીજી મ.સા., પૂ. કોમલગીરાશ્રીજી મ.સા. અને પૂ. સિદ્ધગીરીશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં આંબા બજાર ઉપાશ્રયથી કલ્પસૂત્રનો વરઘોડો સવારે ૮.૪૦ કલાકે નીકળ્યો હતો. જે કંસારા બજાર, હવેલીચોક, ડૉ. સ્ટ્રીટ, મહાવીર સ્વામી જિનાલય, છાપરા શેરી અને કે.ટી. શાહ રોડ થઈને શિતલ પાર્શ્વ જિનાલયે પહોંચ્યો હતો.

આ વરઘોડામાં પ્રભુજીને લઈને રથમાં બેસવાનો લાભ મહેતા કલ્પનાબેન તરૂણભાઈએ, પ્રભુજીના સારથિ બનવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા), પ્રભુજીને પોંખવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈએ અને ધર્મ ધજા લઈને ઘોડા પર બેસવાનો લાભ દમયંતીબેન ચમનલાલ શાહ પરિવારે લીધો હતો. જ્યારે સાધ્વીજી ભગવંતોને કલ્પસૂત્ર વહોરાવવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવારે લીધેલ.

પાંચ જ્ઞાનપૂજનનો લાભ અનુક્રમે માતુશ્રી લીલાબેન બાબુલાલ પટવા પરિવાર, તારામણીબેન કાંતિલાલ શાહ પરિવાર, માતુશ્રી મણીબેન હીરજી સંઘવી પરિવાર, શાહ કાનજી ઠાકરશી પરિવાર અને શાહ હેતલભાઈ ભરતભાઈ પરિવારે લીધો હતો. જ્યારે કલ્પસૂત્ર ઘરે પધરાવવાનો લાભ માતુશ્રી કમળાબેન સુબોધચંદ્ર શાહ પરિવારે લીધો હતો.

આ વરઘોડામાં ત્રણ ગચ્છ અને તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, ખરતરગચ્છ જૈન સંઘના પ્રમુખ નલિનભાઈ પટવા ઉપરાંત જૈન સમાજના આગેવાનો સર્વશ્રી ભરતભાઈ અને સંજયભાઈ ડગાળાવાલા, વાડીલાલભાઈ દોશી, દિનેશભાઈ શાહ, ભરતભાઈ એમ. શાહ, વિરલભાઈ શાહ, જે.જી. શાહ, તરૂણભાઈ મહેતા, ડૉ. નિમિષ મહેતા, ડો. જય મહેતા, રમેશભાઈ સંઘવી, નવિનભાઈ બોરીચા, એમ.જી. શાહ, મનોજભાઈ શાહ, મદનભાઈ શાહ, વસંતભાઈ સંઘવી, પ્રવિણભાઈ સંઘવી સહીત બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

રથયાત્રામાં નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અચલગચ્છ જૈન સંઘમાં કલ્પસૂત્ર ગુણવંતીબેન વૃજલાલ શાહ પરિવારે પધરાવેલ હતું. રાત્રે ભાવિકોએ તેમના નિવાસસ્થાને કલ્પસૂત્રના દર્શનનો લાભ લીધેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates