કોચીન સંઘમાં ભવ્ય ચાર્તુમાસ પ્રવેશ

  • Event Date : 15 August 2019
  • Organised by : શ્રી કચ્છ જૈન ગુર્જર સમાજ, કોચીન
  • Sanstha : શ્રી કચ્છ જૈન ગુર્જર સમાજ, કોચીન
  • Location : કોચીન
  • 50

શ્રી કોચીન શ્વે. મૂ. પૂ. જૈન સંઘને ૧૧૫ વર્ષ પૂરા થયા અને કોચીન તીર્થધામમાં ગણાય છે. વર્ષ ૨૦૭૫ના ચાતુર્માસ માટે કોચીન સંઘમાં પ.પૂ. બાપજી મ.સા.ના સમુદાયના પ.પૂ. સાધ્વીવર્યા શ્રી સંયમપૂર્ણાજીશ્રી મ.સા., પ.પૂ. સાધ્વી શ્રી મૈત્રીશીલાશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વી શ્રી મંત્રશીલાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૩નો ભવ્ય ચાર્તુમાસ પ્રવેશ થયેલ.

ચાતુર્માસ દરમિયાન બે મહિનાનાં દરરોજ પૂ. સાધ્વી ભગવંતોના વ્યાખ્યાન દ્વારા જિનવાણી શ્રવણ, શ્રી મંયણસુંદરી આયંબિલ, પંચાચારનું પાલન હેતુ વિવિધ કાર્ડ દ્વારા આરાધના, દર શનિવાર-રવિવારે બાળકો તથા યુવાનો માટે શિબિરનું આયોજન અને દર રવિવારે જીવનબોધ જાહેર પ્રવચન વગેરે વગેરે..

પ.પૂ. સાધ્વીવર્યા શ્રી સંયમપૂર્ણાશ્રીજી મ.સા.ની વાણી મધુર અને સરલ હોવાથી અને સાથો સાથ પી.એચડી હોવાથી અંગ્રેજી ભાષા પર અત્યંત કાબુ હોવાથી કોચીન સંઘના યુવાવર્ગોની હાજરી ખૂબ જ સારી છે અને યુવાવર્ગ તેમની વાણીથી અત્યંત પ્રભાવિત અને ઓતપ્રોત થયેલ છે. પ.પૂ.શ્રી સંયમપૂર્ણાશ્રીજી. મ.સા.ની પાવન નિશ્રામાં સંઘમાં દોઢ મહિનાના એકાસણા, આયંબિલ તપ અને વીશ વિરહમાન તપ ઉજવાયેલ. સૌથી વધુ મહિમા શ્રી કોચીન સંઘમાં એ છે કે શ્રી કોચીન જૈન સંઘના ઈતિહાસમાં પહેલી જ વાર બે સભ્યોએ મૃત્યુંજય તપ (૩૦ ઉપવાસ)ની આરાધના શાતાપૂર્વક કરેલ.

શ્રી કોચીન શ્વે.મૂ.પૂ.જૈન સંઘ અને શ્રી કચ્છ જૈન ગુજર્ર સમાજ, કોચીન બંને સાથે મળી શ્રીમતી અંજુબેન બકુલભાઈ શાહ અને ચિ. શુભમ મુકેશભાઈ શાહને મહા મૃત્યુંજય તપ (૩૦ ઉપવાસ)ના આરાધના પ.પૂ.શ્રી સંયમપૂર્ણાશ્રીજી મ.સા.ની પાવનનિશ્રામાં શાતાપૂર્વક થયેલ છે અને તેઓની ભૂરિ ભૂરિ અનુમોદના કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates