૧૪૯મી અઠ્ઠાઈ તપના પારણા

  • Event Date : 21 September 2019
  • Organised by : માંડવી છ કોટી જૈન સંઘ
  • Sanstha : માંડવી છ કોટી જૈન સંઘ
  • Location : માંડવી
  • 61

લીંબડી અજરામર સપ્રં દાયના આ.શ્રી ભાવચંદ્રજી સ્વામીના સુશિષ્યા તપસ્વી પૂ. ગીતાબાઈ મહાસતીજીની ૧૪૯મી અઠ્ઠાઈ તપના પારણા પૂ. હંસાબાઈ મહાસતીજી, પૂ. અર્પિતાબાઈ મહાસતીજી, પૂ. મુક્તિબાઈ મહાસતીજી, પૂ. કરૂણાબાઈ મહાસતીજી, પૂ. કવિતાબાઈ મહાસતીજી આદિ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં માંડવી છ કોટી જૈન સંઘના ઉપક્રમે પાંચે ગચ્છના ભાવિકોની ઉપસ્થિતિમાં આરાધના મહોત્સવ ભક્તિભાવ પૂર્વક તા. ૨૧-૯-૨૦૧૯ના રોજ સંપન્ન થયો હતો. આ પ્રસંગે પારણા મહોત્સવમાં માંડવીના પાંચે ગચ્છના ભાવિકો અને બહારગામથી ગુરુભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પૂ. ગીતાબાઈ મહાસતીના ૫૦મા દીક્ષા પર્યાય વર્ષમાં ૪૪ વર્ષ બાદ પૂ. ગીતાબાઈ જેવા તપસ્વી મહાસતીજીના ચાતુર્માસનો લાભ માંડવી સંઘને મળેલ હોવાનું પ્રમુખશ્રી બાબુલાલ સંઘવીએ જણાવેલ. આ પ્રસંગે પૂ. ગીતાબાઈ મહાસતીજીએ તપનું મહત્ત્વ જણાવેલ.

પ્રારંભમાં સામુહિક ભક્તામરનો કાર્યક્રમ યોજાયેલ. સુપાત્ર દાનથી ગીતાબાઈ મહાસતીએ ૧૪૯મી અઠ્ઠાઈ તપનું પારણું કરેલ. આ પ્રસંગે માંડવીના નગરપતિશ્રી મેહુલ શાહ તેમજ કિરણ દેઢિયાએ પ્રાસંગિક પ્રવચનમાં ૧૪૯મી અઠ્ઠાઈ તપની અનુમોદના કરેલ.

આ પ્રસંગે દિલ્હીથી અનીલજી જૈન, કલકત્તાથી મહેન્દ્ર જૈન, ઉષાદેવીજી, નગરપતિ શ્રી મેહુલ શાહ, કિરણ દેઢિયા, (ભોરારા-મુંબઈ), લલીત શાહ-સુરેન્દ્રનગર, દિનેશ સોની (ભોરારા), શરદ પારેખ (માંડવી-દુબઈ), પન્નાબેન એસ. પારેખ તેમજ કુમુદબેન (રાજકોટ)નું માળા પહેરાવી, શાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું. રાજકોટના કુમુદબેન શાહે મટુકી સાથે ધાર્મિક નૃત્ય કરીને સૌને મંત્રમુગ્ધ કરેલ. તેમણે ૧૧૦૦૦ માળાનો ચડાવો બોલીને લોગસ બોલાવવાનો લાભ લીધેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશ કે. શાહે કરેલ. સંઘ પ્રમુખ બાબુભાઈ સંઘવી, મંત્રી-નિતીન શાહ, ઉપપ્રમુખ-મહેશ મહેતા, ખજાનચી-જયેશ શાહ, પુનિત ભાછા, પ્રફુલ શાહ, પુનિત શાહ, નીતિન ગાંધી, ચિંતન મહેતા, રાહુલ સંઘવી તથા સંઘના ભાઈઓએ તથા વીરતી પુત્રવધૂ મહિલા મંડળની બહેનોએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. સર્વશ્રી વાડીલાલ દોશી, નાનાલાલ દોશી, દિનેશભાઈ શાહ, એમ.જી. શાહ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates