માંડવીના જૈન સમાજમાં કન્યામાં સી.એ.ની ફાઈનલ પરીક્ષામાં પાસ થવામાં ફ્રાન્સી સંજયભાઈ મહેતા (ડગાળાવાલા) ભાગ્યશાળી બનેલ છે. માંડવીના જૈન સમાજમાં ઘણા યુવકો સી.એ.ની ફાઈનલ પરીક્ષા પાસ થવાની સફળ થયેલ છે પણ અત્યારે સુધી એક પણ કન્યાએ સી.એ.ની ફાઈનલ પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવેલ નથી. ફ્રાન્સી તપગચ્છના આ.ભ.પ.પૂ. કલાપૂર્ણ સૂરિશ્વરજી મ.સા.ના આશિષથી અમદાવાદની નવકાર ઈન્સ્ટીટ્યુટમાંથી સી.એ.ની ફાઈનલ પરીક્ષામાં સફળતા મેળવીને માંડવીના જૈન સમાજ અને ડગાળા (તા. ભુજ)નું ગૌરવ વધારેલ છે.