રક્ષાબંધન પર્વ ઉજવાયું

  • Event Date : 15 August 2019
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : માંડવી
  • 203

જીવદયા, માનવ સેવા, શિક્ષણ, તબીબી અને અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષથી ૩૬૫ દિવસ કાર્યરત સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે હાલમાં ગાંધીધામમાં રહેતા રવના મયુરભાઈ રમેશભાઈ શેઠના આર્થિક સહયોગથી કચ્છ વિકાસ ટ્રસ્ટ, રાયધણપરના ૧૨૫ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખશ્રી વી. જી. મહેતાના પ્રમુખસ્થાને રાયધણમાં કે.વી.ટી.ના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ફાધરે સૌને આવકાર્યા હતા. સંસ્થાના શાંતિલાલ મોતાએ રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવેલ. સંસ્થાના ટ્રસ્ટી દાત્રાણીયા, ખુશી દાત્રાણીયા, વિધી મહેતા વગેરે બાલિકાઓએ દિવ્યાંગ બાળકોની આરતી ઉતારી, તિલક કરી, મીઠું મોં કરાવી રાખડી બાંધી હતી. બાળકોએ વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા. દાતા પરિવાર તરફથી બાળકોને ભાવતા ભોજન કરાવી મનગમતી બેટ આપવામાં આવેલ. કાર્યક્રમને સુપેરે પાર પાડવા સંસ્થાના પ્રમુખશ્રી વેલજીભાઈ મહેતાની રાહબરી હેઠળ, હિરેન દોશી, વિજય મહેતા, શાંતિલાલ મોતા, સી.સી. જોશી, બાટીયા, ચાંદની દાત્રાણીયા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates