વાગડ સાત ચોવીસી માંડવીના ઉપક્રમે જીવદયાપ્રેમી અને સંસ્થાના મંત્રી શ્રી નવિનભાઈ બોરીચાનું તેમની સેવાની કદરરૂપે સન્માન કરાયું હતું.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલ દોશીની રાહબરી હેઠળ માંડવી તાલુકાના મહાજન વિહોણા ૧૫ ગામોમાં આ વર્ષે અછતની પરિસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સે ૮૦ લાખથી વધારે રકમનું દાતાઓનાં સહયોગથી મુંગા પશુઓને લીલાચારાનું નિરણનું કામ સંપન્ન કરેલ છે. આ પ્રોજેક્ટને સુપેરે પાર પાડવા ચેમ્બર ઓફ કોમર્સના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન તરીકે નવિનભાઈ બોરીચાએ નેત્રદીપક કામગીરી કરેલ હોવાનું દિનેશભાઈ શાહે જણાવેલ.
માંડવીમાં સાગરવાડીની બાજુમાં આવેલા દિનેશભાઈ રવિલાલ ગાંધીના નિવાસસ્થાને તા.૧૭-૮-૧૯ના મળેલી વાર્ષિક સામાન્ય સભામાં જીવદયાપ્રેમી નવિનભાઈ બોરીચાનું સંસ્થાના પ્રમુખશ્રી રમેશભાઈ સંઘવી, ખજાનચી કિર્તીભાઈ મહેતા, દિનેશભાઈ શાહ, પ્રકાશભાઈ સંઘવીના હસ્તે નવિનભાઈને માળા પહેરાવી શ્રીફળ અર્પણ કરી, શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે કલ્પેશભાઈ, ભરતભાઈ, જયેશભાઈ ચંદુરા, લહેરીભાઈ, ડૉ. જય મહેતા, રમેશભાઈ મહેતા, જયેન્દ્રભાઈ, ડી.આર. ગાંધી, વર્ધમાન મહેતા વગેરેએ નલિનભાઈ બોરીચાની જીવદયાની પ્રવૃત્તિની સરાહના કરેલ. પ્રમુખસ્થાનેથી રમેશભાઈ સંઘવીએ, નવિનભાઈને સેવાકીય કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના શ્રી દિનેશ શાહે કરેલ જ્યારે જયેશભાઈ ચંદુરાએ આભારવિધી કરી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં નવિનભાઈ બોરીચાએ આભારની લાગણી વ્યક્ત કરેલ.