કેન્સરના નિદાન અને સારવાર કેમ્પ

  • Event Date : 15 August 2019
  • Organised by : નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર અ
  • Sanstha : નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર અ
  • Location : માંડવી
  • 175

માંડવીમાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર અને માનકુવા મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનો શિક્ષણ સંશોધન નિદાન અને સારવાર તેમજ એચ.પી.વી. (હ્યુમન પેપીલોમા વાયરલ) વેકસીનનો કેમ્પ યોજાયો હતો.

અમદાવાદના વેદાંતાચાર્ય પૂ. ગુરૂવર્ય પ.પૂ. શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી તેમજ અન્ય સંતોએ દીપ પ્રગટાવીને મેડીકલ કેમ્પને ખુલ્લો મુકેલ. પ્રમુખપદેથી માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટીના પ્રમુખશ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીએ જણાવેલ કે અહીં દાખલ થયેલ ગરીબ દદર્ીઓને માત્ર ૫૦ રૂપિયાના ટોકન ચાજર્માં કેન્સરની કે અન્ય કોઈપણ સારવાર કરી આપવામાં આવે છે. આ ઉપરાંત બે વ્યક્તિઓને જમવાનું આપવામાં આવે છે. ડાયાલીસીસ સંપૂર્ણ મફતમાં કરી આપવામાં આવે છે. દવામાં ૫૦ ટકા રાહત આપવામાં આવે છે. આવું સેન્ટર ભારતમાં પ્રથમ જ છે. આ કેમ્પમાં કુલ ૨૪૧ મહિલાઓનું રજિસ્ટ્રેશન થયેલ. તે પૈકી ૨૦૮ મહિલાઓની રાજકોટના સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. જ્યોતિબેન શાહે તપાસ કરી હતી. ૧૪૩ બહેનોનું પેપસ્મીપર લેવામાં આવેલ. ચાર મહિલાઓનું હીસ્ટોપેથો કરવામાં આવેલ. ૪૦ બહેનોને કાથોસજર્રી માટે સલાહ આપવામાં આવી હતી તે પૈકી ૨૧ બહેનોની કાથોસજર્રી કરી કેન્સર મુક્ત કરવામાં આવેલ. ૬૯ બહેનોને એચપીવી વેક્સીન મુકવામાં આવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડીયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.

રાજકોટના પ્રખ્યાત ગાયનેક ડૉ. જ્યોતિબેન શાહે ઓડીયો-વિડીયો દ્વારા સ્તન તેમજ ગર્ભાશયના કેન્સર ન થાય તે માટે શું શું કરવું જોઈએ તેની સમજણ આપેલ. સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન ઉદ્દેશીએ જણાવેલ કે બહેનો પોતાના રોગની જાણ કોઈને કરતી નથી તેના કારણે રોગ વધી જાય છે. તેમણે સ્તનની જાતતપાસ કઈ રીતે કરી શકાય તે માટેની સમજણ આપેલ. સંસ્થાના મેડીકલ ઓફિસરશ્રી જયેશભાઈ મકવાણાએ બહેનોને માર્ગદર્શન પૂરું પાડેલ. માનકુવા ચેરીટેબલ ટ્રસ્ટના ડૉ. અરવિંદ પંડ્યા, ડૉ. નિકુંજ ભાનુશાલી તેમજ ડૉ. સંજય નિનામાએ કેમ્પમાં સેવાઓ આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ કંસારા એડમીસ્ટ્રેટર મીત શાહ અને માનકુવા મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટના એડમીન ગૌરવભાઈએ કેમ્પની વ્યવસ્થા સંભાળેલ.

માનકુવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરીશભાઈ ભંડેરીએ બંને સંસ્થાઓ સાથે રહીને આવનારા દિવસોમાં લોકોપયોગી મેડીકલ કેમ્પો કરવાની ખાતરી આપેલ. માનકુવાના ડૉ. આર.બી. કેશવાણી જનકલ્યાણ મેડીકલ સોસાયટીની અવેરનેશ – જનજાગૃતિ શિક્ષણની પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલ.

માનકુવા હોસ્પિટલના જાદવજી વરસાણી, કાનજીભાઈ વરસાણી, ભૂમિબેન દિવાણી, રાજેશ્વરીબેન દબાસીયા, અદાણીના ડૉ. મીરાબેન અને ડૉ. પ્રતિક્ષાબેન કેમ્પમાં સહયોગી રહ્યા હતા.

પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશી, સહમંત્રી અરવિંદભાઈ શાહ, ટ્રસ્ટી મહેશભાઈ કંસારા, ડૉ. જયેશભાઈ મકવાણા, રાજકોટના ડૉ. જ્યોતિબેન શાહ, અદાણીના ડૉ. મીરાબેન અને ડૉ. પ્રતિક્ષાબેનનું સન્માન કરાયું હતું.

આ કેમ્પમાં દવાઓ ૫૦ ટકા રાહતભાવે અપાઈ હતી. ભારાસરના દાતાશ્રી વિશ્રામભાઈ વરસાણીએ સન્માનના પ્રત્યુત્તરમાં સમયે સમયે જરૂર જણાશે ત્યારે દાન આપવાની ખાતરી આપેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates