શિતલનાથ પ્રભુજીની ધ્વજારોહણ

  • Event Date : 15 August 2019
  • Organised by : પાંચે ગચ્છ
  • Sanstha : પાંચે ગચ્છ
  • Location : માંડવી
  • 174

બંદરીય માંડવી શહેરમાં શીતલનાથ પ્રભુજીની ધ્વજારોહણનો કાર્યક્રમ પાંચે ગચ્છના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં તા. ૧૫-૮-૧૯ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.

આ પ્રસંગે શિતલનાથ પ્રભુજી તથા સર્વે ધ્વજાઓ લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ સંઘવી પૂર્ણિમાબેન વૃજલાલ પરિવારે, પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી પ્રેમુબેન ઈંદરજી ભવાનજી મહેતા પરિવારે, ઘુમટની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે, ચોકીયારાની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી કમળાબેન ધરમશી ચંદુરા પરિવારે, યક્ષ-યક્ષિણી દેવદે વીની ધ્વજા ચડાવવાનો લાભ મહેતા તરૂણભાઈ રમણીકલાલે, ચૌમુખજીની ધ્વજા ચડાવવાનો લાભ શાહ કાનજીભાઈ ઠાકરશી પરિવારે, ધ્વજાની જમણી બાજુ ચામર ઢાળવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈ માણેકલાલે, ડાબી બાજુ ચામર ઢાળવાનો લાભ શાહ જડાવબેન વાડીલાલ પરિવારે, ધ્વજા આગળ ધૂપ લઈને ફરવાનો લાભ શાહ ભોગીલાલ દામજી પરિવારે, ધ્વજા આગળ દિપક લઈને ફરવાનો લાભ શાહ મીઠીબેન ગોકલદાસ પરિવારે, શાંતિ કળશનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે, આરતીનો લાભ માતુશ્રી કમળાબેન સુબોધચંદ્ર શાહ પરિવારે અને મંગલદીવાનો લાભ સંઘવી વૃજલાલ અમૃતલાલ પરિવારે લીધેલ હોવાનું શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.

આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વિરલભાઈ વી. શાહ, તપગચ્છ જૈન સંઘના શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ અને જીતુભાઈ ડગાળાવાલા, તરૂણભાઈ મહેતા, રમેશભાઈ સંઘવી, નવિનભાઈ બોરીચા, દિનેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, કે.ડી. મહેતા, ઉમેદભાઈ મહેતા, જે.જી. શાહ, પ્રકાશભાઈ સંઘવી, એમ.જી. શાહ, વર્ધમાન મહેતા, ડૉ. નિમીષ મહેતા, જયેશ ચંદુરા, લહેરીભાઈ અને ભરતભાઈ બોરીચા, ડો. જય કિર્તીભાઈ મહેતા, અતુલભાઈ શાહ સહિત બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શીતલ મંડળના બહેનોએ સત્તરભેદી પૂજા ભક્તિભાવ પૂર્વક ભણાવી હતી. બપોરે જૈન પુરીમાં તપગચ્છ જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય યોજાયું હતું. પાંચે ગચ્છના ખુલ્લા ઘરોમાં બુંદીના લાડુની પ્રભાવના કરવામાં આવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates