વીરપસલી-સરસ્વતી સન્માન

  • Event Date : 11 August 2019
  • Organised by : શ્રી કચ્છી ગુજર્ર જૈન પરિવાર હૈદ્રાબાદ-સીકન્દ્રાબા
  • Sanstha : શ્રી કચ્છી ગુજર્ર જૈન પરિવાર હૈદ્રાબાદ-સીકન્દ્રાબા
  • Location : હૈદ્રાબાદ-સીકન્દ્રાબાદ
  • 211

શ્રી કચ્છી ગુજર્ર જૈન પરિવાર હૈદ્રાબાદ-સીકન્દ્રાબાદ દ્વારા રવિવાર, તા.૧૧-૮-૨૦૧૯ના વીર પસલી અને સરસ્વતી બહુમાનનો કાર્યક્રમ શ્રી કચ્છી ભવન હૈદ્રાબાદમાં સંપન્ન થયો હતો.

આશરે ૩૦૦ સભ્ય-ભાઈ-બહેનો, નિયાણી, દીકરી-જમાઈ, બાળકો અને બહારગામથી પધારેલ મહેમાનોનું સ્વાગત તિલક સાથે વીરપસલીનો પવિત્ર દોરો અને રક્ષા પોટલીથી કરવામાં આવ્યું હતું. બહેનો મટે શુકનની મહેંદી મુકવામાં આવેલ જેનો લાભ દરેક બહેનોએ લીધેલ.

પ્રતિક સુરેશ પારેખ દ્વારા નવકાર- શ્રદ્ધાંજલિ રજુઆત બાદ હોદ્દેદારો અને આજના કાર્યક્રમના યજમાન - સૌજન્યદાતા શ્રીમતી પ્રીતિબેન નલિન શાહ દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવી હતી.

મહિલા સમિતિની સંચાલિકાઓ શ્રીમતી નમ્રતા કલ્પેશ મહેતા અને ખુશ્બુ પુનિત સંઘવી દ્વારા ડીજીટલ સ્ક્રીન ઉપર વીરપસલીની વાર્તાની રજુઆત બાદ સૌ ઉપસ્થિત સભ્યો માટે ગ્રુપ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ અને દ્વિતીય આવેલ ટીમને અને શ્રેષ્ઠ વેશભુષા માટે શ્રીમતી ક્રિષ્ણા આનંદ શાહ (કપલ), મહિલા તરીકે પુનમ પ્રદીપ સંઘવી અને ભાઈઓમાં મહેશ પ્રભુલાલ શાહને પુરસ્કૃત કરવામાં આવેલ. સરસ્વતી સન્માનના કાર્યક્રમની શરૂઆતમાં ચેરમેન શ્રી શાંતિલાલ મણીલાલ વોરાએ ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યા બાદ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નલીન મહેન્દ્ર શાહે ઉત્તીર્ણ થયેલ સૌ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષણ સમિતિના સંચાલક શ્રી કલ્પેશ રમેશ મહેતાએ આગળનો દોર સંભાળતાં પરિવારના નર્સરીથી લઈ પ્રોફેશનલ કોર્સના આશરે ૮૦ વિદ્યાર્થીઓનું બહુમાન વિવિધ દાતા પરિવારોના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની વચ્ચે જલસંગ્રહ - અનાજના બગાડ અને મોબાઈલ ઉપર બનાવટી મેસેજ ઉપર એકાંકી નાટિકાની પ્રસ્તુતી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થી બહુમાનના કાર્યક્રમનું સંચાલન ૮થી ૧૫ વર્ષના અક્ષિતા આશીષ વોરા, નમન આશીષ વોરા, સમ્યક ભાવેશ વોરા અને લેખ જિગર બોરીચા દ્વારા કરવામાં આવેલ.

નાટિકાની પ્રસ્તુતિ દર્શ નિરવ વોરા, દેવ પંકજ પારેખ, ધ્રુવ કલ્પેશ મહેતા, રીષી કલ્પેશ મહેતા, મીહીર સમીર વોરા, નમન વિજય વોરા, નિયતી કશ્યપ શેઠ, પ્રાચી શ્રેયાંશ શેઠ, સાન્વી સમીર શાહ, શ્રુતિ નંદીશ ખંડોર, યશ પ્રતિક પારેખ, શ્રેણિક સુરેશ પારેખ, નિમિષા વિજય વોરા, ખુશાલી પંકજ પારેખ, ભુવન પ્રિયેન શાહ, વત્સ નિમિત્ત શાહ, રૂપાલી શ્રેણિક પારેખ, જાગૃતિ પ્રતિક પારેખ, ભાવિકા વિજય વોરા, નમ્રતા મહેતાએ કરી હતી.

કાર્યક્રમમાં સહયોગ આપનાર વિજય ધનજી વોરા, વિધી વિશાલ શાહ, સમીર પુનમ શાહ, ચૈતાલી યકીન શાહ, ચેરીસા જિનેન ભણસારી, દિપલ રોનક શેઠ, હેતલ વિમલ બોરીચા, કિંજલ હર્ષદ મહેતા, કૃપા રાજેન શાહ, પ્રીતિ જિગર બોરીચા, શીતલ ભાવેશ વોરા, ઉર્વી જયેશ ભણસારી, તેજસ ભરત સંઘવી, ચિંતલ કિરણ સંઘવી, સુરભી સમીર વોરા, ગૌરવ જિતેશ શાહ, સંદીપ રમેશ વોરા, નિમિત કિરણ શાહ, જયેશ જયંત ભણસારી, જલ્પેશ ધીરેશ શાહ, ધવલ યશવંત વોરા, ધીરેશ તલકશી શાહ અને ભરત ચંદ્રકાંત ગાંધીનો આભાર માનવામાં આવેલ.

કાર્યક્રમના યજમાન શ્રીમતી પ્રીતિબેન નલીન શાહ પરિવારનો આભાર માની સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ છૂટા પડેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates