શ્રી સેવા મંડળ તરફથી નિઃશુલ્ક ચાલતા ધો.૫થી ૯નાં બાળકો માટે સંગીત ખુરશી, ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ, કમાન, કસરતના દાવ તથા દેશપ્રેમના નારા રાષ્ટ્રધ્વજની સાથે બોલવામાં આવ્યા હતા. ભાઈ-બહેનનાં પ્રેમનાં તાંતણાને રાખડી સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીનીઓએ સુંદર રીતે ગૂંથી પોતાના ભાઈના કરકમળ પર બાંધી હતી. આ સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે જંગમ જાનવી, મહેશ્વરી દીપક, ઘાંચી અનસ, બંદરી માલમ, સાધના તથા દ્વિતીય ક્રમે ચાવડા પાર્થ, રાઠોડ અંજલિ, ઘાંચી આરમીના કેશવાણી નિયતિ રહ્યા હતા. સૂર્યનમસ્કાર તથા કમાન, કસરતના દાવ રાઠોડ સૂચિ, રાજગોર જૈમિન, ઘાંચી અક્સા, જંગમ રવિ તથા સાધુ દેવ પોતાનું કૌવત દાખવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૮ બાળકોએ ભાગ લીધેલ. તેઓને સંસ્થાના ટ્રસ્ટી સર્વશ્રી અશોકભાઈ શાહ, ચંદ્રસેનભાઈ, જયેશભાઈ શાહે શૈક્ષણિક કીટ ઈનામરૂપે આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ. આ કાર્યક્રમ તૈયાર કરવામાં હેમાંગિનીબેન ગઢવી, ડોલીબેન રાઠોડ, શિલ્પાબેન શાહે માર્ગદર્શન પૂરું પાડેલ. કાર્યક્રમનું સમગ્ર આયોજન વર્ગોના સંચાલક અપર્ણાબેન વ્યાસે કરેલ. પ્રભાબેન વસાએ શુભકામના પાઠવેલ.