ડાયાબિટીસ નિદાન અને સારવાર કેમ્પ

  • Event Date : 25 August 2019
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : માંડવી
  • 264

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે જૈન નૂતન પ્રા. શાળા નં.૩ના પૂર્વશિક્ષિકા સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહના આત્મશ્રેયાર્થે મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ હસ્તે દીપ દિનેશભાઈ શાહના સૌજન્યથી નંદમહોત્સવને તા. ૨૫-૮-૧૯ના રવિવારના માંડવીની ભાટિયા હોસ્પિટલમાં યોજાયેલા ડાયાબિટીસ નિદાન અને સારવાર કેમ્પનો કુલ ૭૧ દર્દીઓએ લાભ લીધેલ. આ કેમ્પમાં ૧૦ દિવસની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવેલ.

સંસ્થાના પ્રમુખ શ્રી વી.જી. મહેતાએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુકેતા સ્વ. રંજનબેન શાહને શ્રદ્ધાસુમન અર્પણ કરી દાતા પરિવારની સરાહના કરી કેમ્પમાં સેવા આપનાર ડૉ. જય કિર્તીભાઈ મહેતાને અભિનંદન પાઠવેલ.

પ્રારંભમાં દાતા પરિવારના શ્રી દિનેશભાઈ શાહે સૌને આવકારી કેમ્પ યોજવાની તક આપવા બદલ નવચેતન સંસ્થાનો આભાર માની ડૉ. જય મહેતાની સેવાને બિરદાવી હતી. ડૉ. જય મહેતાએ જણાવેલ કે માંડવીની ભાટીયા હોસ્પિટલમાં કુલ ૧૩૫ કેમ્પ સંપન્ન થયા છે. તેમણે પૂ. ભાસ્કરમુનિની પ્રેરણાથી માંડવીના છ કોટી જૈન સંઘ તરફથી અવારનવાર નિઃશુલ્ક મેડીકલ કેમ્પો યોજવામાં આવે છે તેમ જણાવેલ.

આ કેમ્પમાં માંડવી શહેર અને કોઠારા સહીત કુલ ૭૧ દદર્ીઓએ લાભ લીધેલ. લેબ ટેક્નીશિયન તરીકે અરબાજ સુમરાએ પોતાની સેવા આપેલ. આ કેમ્પમાં નવચેતન સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા, કૌશિક મહેતા, શાંતિલાલ મોતા, સી.સી. જોષી અને રાજેશ સંઘવી ભુજથી ખાસ ઉપસ્થિત રહીને સહયોગી રહેલ. દાતા પરિવારના દિનેશભાઈ શાહ, દીપ શાહ, રમેશ મહેતા, વર્ધમાન મહેતા અને ધવલ મહેતા તેમજ કાર્યકર રમણીક સલાટ અને તપગચ્છ જૈન સંઘના કીર્તિભાઈ મહેતા અને જયેશભાઈ ચંદુરા તેમજ હેન્સીબેન સોની સહયોગી રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ શાહે કરેલ જ્યારે કાર્યક્રર શ્રી જયેશભાઈ ચંદુરાએ આભારવિધી કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates