સંગીતમઢી સાંજ

  • Event Date : 21 September 2019
  • Organised by : શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર
  • Sanstha : શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર
  • Location : ઘાટકોપર
  • 176

શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર પરિવાર દ્વારા પહેલી વાર રાસ-ગરબાનો કાર્યક્રમ ‘સંગીતમઢી સાંજ’ તા. ૨૧-૯-૨૦૧૯ના શનિવારે શેઠશ્રી ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા કંપાઉન્ડમાં સાંજે ૬.૩૦થી ૧૦ જમવા સાથે આયોજિત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ફક્ત સભ્યો તથા એમના પરિવાર માટે જ છે. વ્યવસ્થા સાચવવા અગાઉથી પાસ લેવા જરૂરી છે. પાસ વગર એન્ટ્રી નહીં મળે તેની ખાસ નોંધ લેશો.

પાસ મેળવવાના સ્થળ નીચે મુજબ છે.

૧) તા. ૧૨, ૧૩ અને ૧૪ સપ્ટેમ્બર, સમય - સવારે ૧૧થી ૬. કલા એમ્પોરિયમ, સ્ટેશન રોડ, ઘાટકોપર-વે.

૨) તા. ૧૫-૯-૨૦૧૯ સવારે ૧૦થી ૨.  શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર. ઓફીસ રૂમ નં. ૧૦૨૨, ૩૫, નંબર બિલ્ડીંગ, સહ્યાદ્રિ કો. ઓ. હા. સોસાયટી, પંતનગર, ઘાટકોપર (ઈ.)

આ રાસ-ગરબા ઉત્સવમાં નીચે પ્રમાણે ગ્રુપમાં, મેલ અને ફીમેલ માટે પહેલા, બીજા અને ત્રીજા નંબરમાં સારું રમનાર, સારા ડ્રેસીંગમાં આવનાર માટે સ્પર્ધા રાખવામાં આવેલ છે. ગ્રુપ ૧માં ૩થી ૧૨ વર્ષ માટે, ગ્રુપ ૨માં ૧૩ વર્ષથી ૨૫ વર્ષના માટે, ગ્રુપ ૩માં ૨૬ વર્ષથી ૪૦ વર્ષ માટ અને ગ્રુપ ૪માં ૪૧ વર્ષથી ઉપરના માટે રહેશે.

ઉપરની હરીફાઈમાં જજનો નિર્ણય ફાઈનલ રહેશે.

આવનાર સભ્યોએ ઘરની એક વ્યક્તિનો વોટ્‌સએપ, મોબાઈલ નંબર કાઉન્ટર પર લખાવવાનો રહેશે. જેથી હવે પછીથી બધી જાણકારી એના પર આપી શકાય.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates