આજીવન સભ્યપદ-લાણું

  • Event Date : 01 September 2019
  • Organised by : શ્રી વિશા શ્રીમાળી ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ, માંડવી
  • Sanstha : શ્રી વિશા શ્રીમાળી ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ, માંડવી
  • Location : માંડવી
  • 206

શ્રી વિશા શ્રીમાળી ઓસવાલ જૈન ગુર્જર બે-નાત જ્ઞાતિ ટ્રસ્ટ, પ્રમુખ - મંત્રીશ્રીની યાદી જણાવે છે કે, આ સમાજ સંસ્થા રચિત સૂચિત બંધારણ સંયુક્ત ચેરીટી કમિશ્નર તરફથી મંજૂરી હુકમ મળતાં આ સમાજ સંસ્થા મૂળ માંડવીના રહેવાસીઓ (સ્થાનિક) તેમજ દેશ-દેશાવર રહેતા માંડવી સમાજ સંસ્થામાં ‘સભ્યપદ-લાણું’ ધરાવતા પરિવારો જે પોતાનું લાણું વડીલોપાજિર્ત ધરાવે છે તે જૂના નામ સાથે હાલનું એક નવું નામ ઉમેરી પોતાના નામે સભ્યપદ-લાણું હક્કો કાયમી રાખવા. સમાજ સંસ્થા કારોબારી નિર્ણય મુજબ નક્કી કરેલ ‘આજીવન સભ્યપદ-લાણું’ હક્કો માટેની ફી રૂા. ૨૫૦૦/- અંકે રૂપિયા બે હજાર પાંચસો પૂરાનો ચેક ‘શ્રી વિશા શ્રીમાળી ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ’, જૈનપુરી, નાનાલાલ વોરા માર્ગ, માંડવી-કચ્છ. ૩૭૦ ૪૬૫ એ સરનામે એક અરજી સાથે પૂરા નામ, સરનામા, ફોન નંબરો, ઈ-મેઈલ એડ્રેસ વગેરે સાથે મોકલાવી આપવા આથી નમ્ર વિનંતી છે.

સભ્યપદ લાણું તરીકેનાં બધા જ હક્કો કાયમી રાખવા ફી ભરવી અત્યંત આવશ્યક છે. ફી વસુલાત તા. ૧-૯-૨૦૧૯થી ૩૧-૧૨-૨૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે.

કર્મે-ધર્મે માંડવીમાં આવી વસેલા શ્રી વિશા શ્રીમાળી ઓસવાલ જૈન ગુજર્ર પરિવારો કે જેમને લાણેદાર તરીકેના જ હક્કો સમાજ સંસ્થા તરફથી આપવામાં આવેલ છે તેવા પરિવારો પોતાના લાણેદાર તરીકેનાં હક્કોને કાયમ રાખવા પોતાના પરિવારના મૂળ જૂના નામ સાથે એક નવા નામથી આજીવન ફી રૂા. ૧૫૦૦/- અંકે રૂપિયા પંદરસો સ્થાનિકે સમાજ સંસ્થાની કચેરીએ ભરી જવા વિનંતી છે. લાણેદાર તરીકેનાં હક્કોને કાયમ રાખવા ફી ભરવી આવશ્યક છે.

હરનીશ શાહ, પ્રમુખશ્રી જયંતિલાલ શાહ-માનદ્‌ મંત્રીશ્રી
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates