ઘાટકોપર કચ્છ રત્ન એવોર્ડ્‌સ ૨૦૧૯

  • Event Date : 04 July 2019
  • Organised by : ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ
  • Sanstha : ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ
  • Location : મુંબઈ
  • 208

ટીનેજમાં કચ્છ - મુંદ્રાથી મુંબઈ આવીને શ્રી ચમનલાલ મણીલાલ સંઘવી એક પ્રતિષ્ઠિત સમાજસેવક બનીને શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ અને ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા અપાતા ઘાટકોપર કચ્છ રત્ન એવોર્ડના હકદાર બન્યા છે.

કચ્છના મુંદ્રામાં ૧૯૪૫માં જન્મેલા ચમનલાલ સંઘવી ભણ્યા પછી ૧૯૬૩માં તેમણે મુંબઈની ટ્રેન પકડી લીધી અને સાઉથ મુંબઈમાં આવેલી જ્વેલરીનો બિઝનેસ કરતી લાલજી એન્ડ કંપનીમાં નોકરીએ લાગ્યાં. જ્યાં તેમણે ટ્રેનીંગ લઈને ૧૯૮૫માં ઘાટકોપરમાં સી. એમ. જેમ્સ નામની જ્વેલરીની કંપની શરૂ કરી હતી. લાલજી એન્ડ કંપનીના માલિક અને શ્રી મુંદ્રા વીસા શ્રીમાળી ઓસવાળ ગુર્જર જૈન મિત્ર મંડળ-મુંબઈના સેક્રેકટરી કેશવલાલ પી. સંઘવી સાથે રહીને ચમનલાલભાઈએ સામાજિક ક્ષેત્રમાં પા પા પગલી ભરવાની શરૂઆત કરી હતી. કેશવલાલ સંઘવીની નાદુરસ્ત તબિયતને કારણે ચમનલાલભાઈને શ્રી મુંદ્રા વીસા શ્રીમાળી ઓસવાળ ગુજર્ર જૈન મિત્ર મંડળમાં કારોબારી સભ્ય તરીકે સેવા કરવાનો મોકો મળ્યો હતો. આ જ મંડળમાં છેલ્લાં ૫૧ વર્ષથી તેઓ ટ્રસ્ટીપદ શોભાવી રહ્યા છે. આ સંસ્થાએ ઓક્ટોબર ૨૦૧૮માં તેમને સન્માનિત કર્યા હતા.

પછી તો તેઓ એકમાંથી અનેક સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે સેવા આપતા રહ્યા. સામાન્ય સભ્ય તરીકે શરૂ કરેલી જર્ની પછી ચમનલાલ સંઘવી ૨૦૧૨થી ૨૦૧૮ સુધી શ્રી કચ્છ વીસા શ્રીમાળી ઓસવાળ ગુજર્ર જૈન જ્ઞાતિના ટ્રસ્ટીપદે રહ્યા હતા. તેમ જ એની સંલગ્ન સંસ્થા શ્રી કચ્છી વીસા શ્રીમાળી ઓસવાળ ગુર્જર જૈન કલ્યાણ ટ્રસ્ટમાં ટ્રસ્ટીપદે છે. આ બંને સંસ્થામાં તેઓ ૨૦ વર્ષથી સક્રિય સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં છેલ્લા ૧૫ વર્ષથી તેઓ સમૂહલગ્નનું આયોજન કરે છે. અત્યાર સુધીમાં ૧૦૨ કન્યાઓના લગ્ન સમાજ તરફથી કરાવવામાં આવ્યા છે. તેમની આ સેવાને અનુલક્ષીને સમાજે તેમનું સન્માન કર્યું હતું.

લાયન્સ ક્લબ વિદ્યાવિહાર-ઘાટકોપરમાં તેઓ ૨૫ વર્ષ સુધી મેમ્બર રહ્યા પછી ૨૦૦૫-૨૦૦૬માં તેમણે પ્રેસીડન્ટ તરીકે સેવા આપી હતી. એ જ વર્ષે જુલાઈના પૂર વખતે તેમના પ્રમુખપદ હેઠળ તેમણે અને તેમની ટીમે આપેલી સેવા બદલ તેમને ડિસ્ટ્રીક્ટ ગવર્નરના હસ્તે એક્સલન્સ એવોર્ડ આપ્યો હતો. બિઝનેસ અને સામાજિક ક્ષેત્રની સાથે ચમનલાલ સંઘવી ધાર્મિક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. તેમનાં પત્ની સ્નેહપ્રભાની સાથે તેમણે ભારતના જૈન તીર્થ સ્થાનોમાં ૧૦૮ પાર્શ્વનાથની યાત્રા શરૂ કરી છે. અત્યારે તેમની ૩૨ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. તેમનાં આ સદ્‌કાર્યોમાં તેમનો મોટો પુત્ર ભાવેશ, પુત્રવધૂ મોનિકા, પૌત્ર દિવ્યમ ભાવેશ, નાનો પુત્ર વિશાલ, પુત્રવધૂ સુષ્મા, પૌત્રો આરિવ અને દિયાન પૂરો સાથ-સહકાર આપી રહ્યા છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates