શ્રી શીતલનાથ જિનાલયની પુનઃપ્રતિષ્ઠા બાદ પ્રથમ વર્ષગાંઠ

  • Event Date : 07 June 2019
  • Organised by : શ્રી મુંદ્રા અચલગચ્છ જૈન સંઘ
  • Sanstha : શ્રી મુંદ્રા અચલગચ્છ જૈન સંઘ
  • Location : મુંદ્રા
  • 464

સંઘ સંચાલિત 400 વર્ષ પ્રાચીન ભુકંપમાં ક્ષતિગ્રસ્ત થયા બાદ પાયાથી નવનિર્માણ પામેલ શ્રી શીતલનાથ જિનાલયની ગત વર્ષ પુનઃપ્રતિષ્ઠા બાદ પ્રથમ વર્ષગાંઠ સંવત ૨૦૭૫ જેઠ સુદ-પાંચમ શુક્રવાર, તા. ૭-૬-૨૦૧૯ના અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ.શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષ સાથે પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ.સા. તથા શ્રમણ-શ્રમણી વૃંદની નિશ્રામાં ઉલ્લાસભેર સંપન્ન થઈ.

૧૮ અભિષેક વિધાન અને સત્તરભેદી પૂજાના વિધિવિધાન માટે નવકાર મંત્ર આરાધક પૂ. નરેન્દ્રભાઈ નંદુ અને મેઘ નંદુ પધાર્યા હતા. ભક્તિ-ભાવના માટે માંડવીથી નિશા સંઘવી- ઈરફાન મીરની પાર્ટી પધારી હતી.

મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનની ધજાનો, આ વર્ષ અને આવતા વર્ષ માટેનો આદેશ માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ સંઘવી, મુંદ્રા-હૈદ્રાબાદ પરિવારે લીધો હતો. શ્રી સંભવનાથ ભગવાનની ધજાનો આ વર્ષે માતુશ્રી ચંદનબેન નાનાલાલ સંઘવી હ. નિર્મળાબેન- કિશોર સંઘવી, બેંગ્લોર, આવતા વર્ષ માટે માતુશ્રી તારાબેન સૌભાગ્યચંદ સંઘવી, મુંદ્રા, શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધજા આ વર્ષે મહેતા સરૂપચંદ જેઠા પરિવાર મુંદ્રા તથા આવતા વર્ષ માટે શ્રીમતી લીલાવંતીબેન યશવંતલાલ સંઘવી-માંડવી-મુંદ્રા પરિવારે લીધો હતો.

શ્રી સાધર્મિક ભક્તિનો લાભ આ વર્ષ માટે માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ સંઘવી- આવતા વર્ષ માટે સંઘવી દામોદર ચાંપશી પરિવાર-મુંદ્રાએ લીધો હતો.

સંઘના ટ્રસ્ટી સંઘવી અરવિંદ નાનાલાલ, અશોક નાનાલાલ, મહેશ ગુલાબચંદ, પંકજ સૌભાગ્યચંદ-મુંદ્રા, પ્રદિપ કેશવલાલ, હૈદ્રાબાદ તેમજ વ્યવસ્થાપક સમિતિના સંઘવી હાર્દિક મહેશ, સંકેત પંકજ, રૂષભ અશોક, હિમાંશુ શશીકાંત સુખીયાએ આયોજનની જવાબદારી સંભાળી હતી. ઉપરાંત મુંબઈ, બેંગ્લોર, ડોંબીવલી, વલસાડ, હૈદ્રાબાદ, મસ્કત અને દેશાવર વસતા વોરા-સુખીયા પરિવારો અને સ્થાનિકમાં વસતા દરેક ગચ્છના શ્રાવક પરિવારોનો સહકાર હંમેશ મળતો રહ્યો છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates