‘કચ્છ રત્ન’ એવોર્ડ ૨૦૧૯ એનાયત

  • Event Date : 04 July 2019
  • Organised by : કચ્છ શક્તિ
  • Sanstha : કચ્છ શક્તિ
  • Location : મુંબઈ
  • 261

‘કચ્છ શક્તિ’સંસ્થા દ્વારા ૩૯ વર્ષથી દર વર્ષે અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે કચ્છના વિવિધ ક્ષેત્રે ખ્યાતિપાત્ર- કચ્છીઓને ‘કચ્છ શક્તિ’એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯ માટે તા. ૪-૭-૨૦૧૯ના દાદર સ્થિત યોગી સભાગૃહમાં આંધ્રપ્રદેશ – કર્નુલ શહેરના કચ્છી ગુર્જર જૈન અગ્રગણ્ય સમાજસેવક મૂળ કચ્છ ભુજના વતની વડીલશ્રી કાંતિલાલ હેમચંદ શાહને સમાજ સેવાના ક્ષેત્રે તેમના પરિવારની અનન્ય સેવાઓ બદલ ‘કચ્છ રત્ન’એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. જે સમસ્ત ગુર્જર જૈન સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

વિશાળ જનસંખ્યાની હાજરીમાં આ પ્રસંગે કચ્છના હાલમાં ચુંટાયેલા ભાજપના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છની કોયલ એવા ગાયિકા ગીતાબેન રબારીનું પણ બહુમાન કરવામાં આવેલ.

આ પ્રસંગે શ્રી કચ્છી વિશા શ્રીમાળી ઓશવાળ ગુર્જર જૈન જ્ઞાતિ સમાજ, ચેમ્બુર મુંબઈના પ્રમુખશ્રી સુધીરભાઈ છગનલાલ વોરા, ટ્રસ્ટીશ્રી ગુણવંતભાઈ મગનલાલ શાહ, ‘કચ્છ ગુર્જરી’ના શ્રી મધુકર અમૃતલાલ શાહ, મહેન્દ્ર કાંતિલાલ શાહ, મુલુંડ કચ્છી ગુર્જર જૈન સમાજના શ્રી નિતીનભાઈ ધીરજલાલ મહેતા, નવી મુંબઈના સમાજના અગ્રણી શ્રી હિંમતલાલ ઝવેરીલાલ શાહ, કર્નુલના શ્રી નિતીનભાઈ કાંતિલાલ શાહ, શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુર્જર જૈન પરિવારના મા.મંત્રી અને શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવારના વાઈસ ચેરમેન શ્રી પ્રદીપ કેશવલાલ સંઘવી ખાસ હાજર રહેલ. શ્રી કાંતિભાઈ શાહને ખૂબ ખૂબ અભિનંદન.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates