ઉપધાન તપનાં તપસ્વીઓનું સન્માન

  • Event Date : 16 June 2019
  • Organised by : જય જિનેન્દ્ર ભક્તિ મંડળ
  • Sanstha : જય જિનેન્દ્ર ભક્તિ મંડળ
  • Location : દેવલાલી
  • 218

જય જિનેન્દ્ર ભક્તિ મંડળ દ્વારા દેવલાલી (મહારાષ્ટ્ર) મધ્યે ઉપધાન તપની આરાધના કરનાર આરાધકોનું સન્માન તા. ૧૬- ૬-૨૦૧૯ના રોજ કરવામાં આવેલ. માંડવીના સામાજિક અગ્રણી જુમખલાલ સી. શાહની પૌત્રી ફેની તેજસ શાહ, ઉ. ૧૬ તથા પુત્રવધૂ રીંકુબેન તેજશ શાહે ઉપધાન તપની ૪૭ દિવસની ઉગ્ર તપસ્યા પ.પૂ.શ્રી તત્વદર્શન મ.સા.ની પાવનનિશ્રામાં નિર્વિઘ્ને પૂર્ણ કરીને મોક્ષમાળા પહેરી હતી.

ભક્તિ મંડળની પ્રાર્થના સભામાં શ્રી ભરતભાઈ શાહે જણાવેલ કે આટલી નાની ઉંમરમાં ઉપધાન તપની તપસ્યા કરી છે જે મહાન છે. ફેની શાહે કરેલ તપસ્યા તેમના કુટુંબીજનો તથા માંડવી જૈન સમાજનું ગૌરવ છે. ફેની શાહ ૧૧ વર્ષની ઉંમરમાં ૮ ઉપવાસ, ૧૩ વર્ષની ઉંમરે ધર્મચક્ર (૪૪ ઉપવાસ+૩૮ બ્યાસણા), ૧૪ વર્ષની ઉંમરે આયંબિલની ઓળી તેમજ મોક્ષ દંડક તપ (૧૮ ઉપવાસ+૧૮ બ્યાસણા)૨૦૧૮ની સાલમાં નિર્વિઘ્ને પૂર્ણ કરેલ. આટલી નાની ઉંમરમાં આટલી તપસ્યા કરેલ છે તે અનુમોદનીય અને સરાહનીય છે. ફેની શાહનું સન્માન-માળા કલ્પનાબેન મહેતાએ અને શ્રીફળ કલ્પના ગાંધીએ આપીને કરેલ. રીંકુ તેજસ શાહનું રીના દોશીએ માળા પહેરાવી ને શિલ્પા સંઘવીએ શ્રીફળ આપી સન્માન કરેલ.

સન્માનના પ્રત્યુત્તરમાં ફેની શાહે જણાવેલ કે તપસ્યા મારા માતા-પિતા અને દેવગુરુનાં આશિર્વાદથી પૂર્ણ કરેલ છે. ભક્તિ મંડળે મારું સન્માન કર્યું તે બદલ મંડળનો આભાર માનું છે.

સર્વશ્રી અશોકભાઈ સંઘવી, રશ્મિભાઈ દોશી, સ્વાતિ સંઘવી વગેરેએ સ્તવનો ગાયાં હતાં. સારી સંખ્યામાં મંડળના સભ્યો હાજર રહેલ. નવકાર મંત્રની ધૂન સાથે કાર્યક્રમ પૂરો થયેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates