નિઃશુલ્ક છાશ કેન્દ્રોનું સમાપન

  • Event Date : 04 July 2019
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવી કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવી કલ્યાણ કેન્દ્ર
  • Location : માંડવી
  • 211

૯ વર્ષથી સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવી કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવીમાં મુખ્યદાતા શશીકાંતભાઈ ખીમજીભાઈ મોરબીયા (માંડવી હાલે ભુજ) અને અન્ય સહયોગી દાતાઓના સૌજન્યથી તા. ૩૧-૩-૨૦૧૯થી શરૂ કરાયેલા ચંદન-ડૉકટર સ્ટ્રીટ, માંડવીનું છાશ કેન્દ્ર અને જુના સ્વામિનારાયણના મંદિર પાસેનું નિઃશુલ્ક છાશનું પરબ ૯૬ દિવસ બાદ અષાઢી બીજના (૪-૭-૨૦૧૯) બંને છાશ કેન્દ્રનું સમાપન કરાયું છે.

ચંદન ડૉ. સ્ટ્રીટમાં ચાલતા નિઃશુલ્ક છાશ કેન્દ્રમાં દરરોજ ૪૫૦ જેટલા જરૂરતમંદ પરિવારોને દરરોજ પરિવાર દીઠ ૧ લિટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરીને ૯૬ દિવસમાં ૪૫ હજાર લિટર છાશનું નિઃશુલ્ક વિતર કરીને કુલ બે લાખ લોકોની ભક્તિ કરાઈ છે તેમજ નિઃશુલ્ક છાશના પરબ દ્વારા ૨૦ હજાર લોકોની ભક્તિ કરાઈ છે તેમ સંસ્થાના પ્રમુખ શ્રી વી.જી. મહેતા અને દિનેશભાઈ શાહે જણાવેલ.

માંડવીના બંને છાશ કેન્દ્રો ૭૫થી ૮૦ દિવસ ચલાવવાની ભાવના હતી પરંતુ વરસાદ ખેંચાઈ જતાં લાભાર્થી પરિવારોની જરૂરીયાત અને સહયોગી કાર્યકરોની સેવા પરાયણતા તેમજ ઉદારદિલ દાતાશ્રીઓનું દાન માટે સ્વયંભૂ આગળ આવવું વગેરે કારણોસર બંને છાશ કેન્દ્રો ૯૬ દિવસ સુધી ચાલુ રખાયા હતા.

છાશ કેન્દ્રોમાં મુખ્યદાતા શ્રી શશીકાંત ખીમજીભાઈ મોરબીયા ઉપરાંત સહયોગી દાતા તરીકે માતા કુંવરબેન છગનલાલ દોશી (રવ હાલે થાણા), મોહમદહાજી સાલે મોહમદ (માંડવી હાલે મુંબઈ), મંછાબેન કેશવલાલ સંઘવી અને જયેશભાઈ રમણીકલાલ લાલન (માંડવી હાલે મુંબઈ) તેમજ અન્ય દાતાશ્રીઓનો સહયોગ સંસ્થાને પ્રાપ્ત થયો હતો. માંડવીના છાશ કેન્દ્રમાં અનસુયાબેન શાહ, જયશ્રીબેન, પ્રિયાબેન, રમણીકભાઈ સલાટ તેમજ નિઃશુલ્ક છાશના પરબમાં પનુભાઈ દરજી અને મહેશભાઈ દરજી સહયોગી રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates