જૈનાચાર્યનું દબદબાભેર સામૈયું

  • Event Date : 30 June 2019
  • Organised by : બાબાવાડી જૈન સંઘ
  • Sanstha : બાબાવાડી જૈન સંઘ
  • Location : માંડવી
  • 201

શાસન સમ્રાટ, રાષ્ટ્રસંત, સાહિત્ય દિવાકર, અચલ ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ.શ્રી કલાપ્રભસાગર સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-૬ તા. ૩૦-૬-૧૯ના માંડવીના બાબાવાડીમાં પધારતા, શ્રી બાબાવાડી જૈન સંઘે તેમનું ભવ્યાતિભવ્ય સામૈયું કાઢેલ.

આ સામૈયામાં બાબાવાડી જૈન સંઘના સંજયભાઈ ડગાળાવાલા, એમ.જી. શાહ, વસંતભાઈ સંઘવી, માલતીબેન લાલન, ચંદ્રિકાબેન શાહ, એડવોકેટ રમેશભાઈ શાહ, ત્રણ ગચ્છના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, જયેશ જી. શાહ, દિનેશભાઈ શાહ, પારસભાઈ શાહ, જીતુભાઈ મહેતા, નિરવભાઈ શાહ સહિત પાંચે ગચ્છના ભાવિકો જોડાયા હતા.

જૈનાચાર્ય સાહિત્ય દિવાકર પૂ. કલાપ્રભ સાગર સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-૬ એ દિપાબેન દિનેશભાઈ શાહ (ચશ્માવાલા)ના નિવાસ્થાને પગલા કરી માંગલિક સંભળાયેલ. મ.સાહેબે સુમતિનાથ જિનાલયમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે ચૈત્યવંદન કરી ભક્તિ કરેલ.

મોટા ઉપાશ્રયમાં જૈનાચાર્યે આપેલા જાહેર પ્રવચનનો ભાવિકોએ લાભ લીધેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates