સ્નેહમિલનનું આયોજન

  • Event Date : 05 July 2019
  • Organised by : કચ્છી ગુજર્ર જૈન સમાજ મહિલા વિભાગ સખી વૃંદ, વડોદરા
  • Sanstha : કચ્છી ગુજર્ર જૈન સમાજ મહિલા વિભાગ સખી વૃંદ, વડોદરા
  • Location : વડોદરા
  • 194

કચ્છી નૂતન વર્ષના પ્રારંભે વડોદરાના કચ્છી ગુજર્ર જૈન સમાજ મહિલા વિભાગ સખી વૃંદે સમાજના સૌ પરિવારજનોનું સ્નેહમિલનનું આયોજન કરેલ.

નવકાર મંત્રની ધૂન સાથે શ્રીમતી અલ્કા શાહ, સોનલ શેઠ અને મમતા બાબરીઆએ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું. સખીવૃંદ કમિટીનો પરિચય સૌ સભ્યોને જિજ્ઞા પટવાએ કરાવ્યા બાદ મીઠી કચ્છી ભાષાનું મહત્ત્વ તેમણે રજૂ કરેલ. શ્રીમતી નેહા દોશીએ કચ્છી ગીતની મધુર સુરાવલીમાં વતનની યાદ અપાવેલ.

નવા જોડાયેલા સભ્યોની પરિચય વિધી બાદ સખીવૃંદે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કરેલા કાર્યોની ઝલક મંત્રી શ્રીમતી અલ્કા શાહે શ્રોતાઓ સમક્ષ રજૂ કરેલ. 'Lending A Hand... Touching a Life' ના મુદ્રાલેખને ચરિતાર્થ કરવા સખી વૃંદ સદાય પ્રયત્નશીલ રહ્યું છે. સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, ધાર્મિક અને સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રે કાયમ અવનવા કાર્યક્રમોનું સતત આયોજન કરે છે.

સુપાત્રદાન, અનુકંપાદાન, વિદ્યાદાન, સાધર્મિકોની ભક્તિ આ બધામાં સખી વૃંદે જે જે કાર્યો કર્યા તેને ચિતાર રજૂ કર્યો. તેનાથી અભિભૂત થઈ સમાજના અગ્રગણ્ય શ્રી જયેશભાઈ શાહ (જેઆરડી), શ્રી લક્ષ્મણભાઈ સંઘવી, શ્રી જિતેશભાઈ શાહ તથા શ્રી કિરીટભાઈ શાહ દરેકે સખી વૃંદને રૂા. ૫૦૦૦/-નું અનુદાન સેવાના કાર્યો માટે જાહેર કરેલ જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને ભવિષ્યમાં આવા અનેક સત્કાર્યો સખીવૃંદ કરતું રહેશે એવી ખાતરી આપેલ.

શ્રીમતી પૂજા શાહ, ત્વીષા વોરા અને ખુશ્બુ વોરાએ અવનવી રમતો રમાડેલ. વિજેતાઓમાં શ્રીમતી અપેક્ષા પાર્થ મહેતા, શ્રીમતી મમતા બાબરીયા, શ્રી દીપેન શાહ, શ્રી અનીશ સંઘવીને સખીવૃંદના પ્રમુખ શ્રીમતી શિલ્પા જે. શાહ તથા ઉપપ્રમુખ શ્રીમતી કલ્પના સંઘવી, શ્રી જયેશભાઈ શાહ, શ્રી જીતેશભાઈ શાહ તથા શ્રી સુનીલ શાહના હસ્તે ઈનામો આપવામાં આવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates