સાધ્વીજી મ.સા.નો ચાતુર્માસ મંગલપ્રવેશ

  • Event Date : 26 June 2019
  • Organised by : પાંચે ગચ્છ
  • Sanstha : પાંચે ગચ્છ
  • Location : માંડવી
  • 275

બદંરીય માડંવી શહરે માં તા. ૨૬-૬-૧૯ના દિવસે બે સાધ્વીજી ભગવંતોનો ચાતુર્માસ મંગલપ્રવેશ થયો હતો.

તળાવવાળા નાકા પાસેથી માંડવીના પાંચે ગચ્છના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં ઢોલ અને શરણાઈના નાદ સાથે ભવ્યાતિભવ્ય સામૈયું નીકળ્યું હતું. રસ્તામાં ઠેર ઠેર બહેનો દ્વારા ગહુંલી કાઢીને મ.સા.નું અભિવાદન કરાયું હતું.

આ સામૈયામાં માંડવીના પાંચે ગચ્છના જૈન અગ્રણીઓ સર્વશ્રી ચંદ્રેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, નલિનભાઈ પટવા, જયેશ જી. શાહ, પરેશભાઈ સંઘવી, ભરતભાઈ અને સંજયભાઈ ડગાળાવાલા, દિનેશભાઈ શાહ, વિરલભાઈ શાહ, તરૂણભાઈ મહેતા. જે.જી. શાહ, ડૉ. નિમિષ મહેતા, ડૉ. જય મહેતા, પ્રકાશભાઈ સંઘવી, નવિનભાઈ બોરીચા, રમેશભાઈ સંઘવી, ભરતભાઈ બોરીચા, મનોજભાઈ શાહ રાજેન્દ્રભાઈ ભાછા સહિત ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

પ.પૂ. આ.ભગવંત કલાપૂર્ણ સૂરિશ્વજી સમુદાયના સાધ્વીજી ભગવંત પૂ. ચરણગુણાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૨ના ચાતુર્માસ મંગલ પ્રવેશથી માંડવીના સમસ્ત જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

પાંચે ગચ્છના ભાઈ-બહેનોએ બહોળી સંખ્યામાં આયંબિલ તપની આરાધના કરેલ. જેની જુદા જુદા દાતાશ્રીઓ તરફથી અનુમોદના કરવામાં આવેલ. તપગચ્છ જૈન સંઘનું સ્વામિવાત્સલ્ય પણ થયું હતું. સામૈયા બાદ શિતલ-પાર્શ્વ આરાધના ભવનમાં યોજાયેલ ધર્મસભામાં પૂ. ચરણગુણાશ્રીજી મ.સાહેબે જ્ઞાન-દર્શન અને ચારિત્રની વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે ચાતુર્માસને ધર્મની સિઝન ગણાવી હતી.

આ પ્રસંગે અચલગચ્છ જૈન સંઘના સાધ્વીજી પ.પૂ. અનંત યશાશ્રીજીએ ભાવિકોને વ્યાખ્યાનમાળાનો દરરોજ નિયમિત રીતે લાભ લેવા અનુરોધ કરેલ. તેમણે માંડવીના પાંચે ગચ્છની એકતાને બિરદાવી હતી. આ પ્રસંગે પૂ. અપૂર્વ યશાશ્રીજી મ.સા.ની નિશ્રા પણ પ્રદાન થયેલ.

પ્રારંભમાં બહેનોએ સ્વાગત ગીત રજૂ કરેલ જ્યારે તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહે સામુહિક વંદના કરાવેલ. કાર્યક્રમનું સંચાલન સંઘના ઉપપ્રમુખશ્રી ભરતભાઈ એમ. શાહે કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates