યુનિફોર્મનું નિઃશુલ્ક વિતરણ

  • Event Date : 14 July 2019
  • Organised by : દાતા પરિવાર
  • Sanstha : દાતા પરિવાર
  • Location : માંડવી
  • 108

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની છ સરકારી પ્રાથમિક શાળાઓના જરૂરતમંદ વિદ્યાર્થીઓને, દાતાના સહયોગથી યુનિફોર્મનું નિઃશુલ્ક વિતરણ કરેલ.

માંડવીના નવાપુરા વિસ્તારમાં આવેલી તાલુકા પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧ (દરબારી શાળા)માં દાતાશ્રી સંજયભાઈ મહેતા (ડગાળાવાલા)ના પ્રમુખપદે યોજાયેલા એક સમારોહમાં માતા ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) હસ્તે સંજયભાઈ ડગાળાવાળાના આર્થિક સહયોગથી શાહ અને શ્રમજીવી સંગઠન દ્વારા જૈન અગ્રણી દિલીપભાઈ જૈનની પ્રેરણાથી માંડવીની તાલુકા ગ્રુપ શાળા, જૈન નૂતન પ્રા. શાળા નં.૩, મસ્કા ઓકટ્રોય પ્રા. શાળા, રતનશી મૂળજી કન્યાશાળા, ઈ.પ. કન્યાશાળા અને ડૉ. જયંત ખત્રી પ્રા. શાળા સહિત કુલ છ સરકારી પ્રા. શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓને દાતા પરિવાર અને મહેમાનોના હસ્તે યુનિફોર્મનું વિતરણ કરાયેલ.

અતિથિવિશેષ પદેથી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી દિનેશભાઈ શાહ, પ્રેરણાદાતા દિલીપભાઈ જૈન અને મૂકસેવક પ્રકાશભાઈ શાહ, દાતા પરિવારને અભિનંદન પાઠવેલ. પ્રમુખ-સ્થાનેથી સંજયભાઈ ડગાળાવાળાએ સરકારી પ્રા. શાળાઓના બાળકોને પ્રોત્સાહન આપવા ખાતરી આપેલ. કાર્યક્રમનું સંચાલન તાલુકા શાળાના શિક્ષિકા નિલમબેન ગોહિલે કરેલ જ્યારે ડૉ. જયંત ખત્રી પ્રા. શાળાના શ્રેષ્ઠ શિક્ષક રમેશભાઈ જોશીએ આભારવિધી કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates