ઉમાશંકર જોશીની જન્મ જયંતિની ઉજવણી

  • Event Date : 26 July 2019
  • Organised by : શ્રી સેવા મંડળ, માંડવી
  • Sanstha : શ્રી સેવા મંડળ, માંડવી
  • Location : માંડવી
  • 209

ગુજરાતી સાહિત્યને ઉજાગર કરનાર ગાંધીયુગના કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતિ શ્રી સેવા મંડળ માંડવીના નિઃશુલ્ક કોચીંગ ક્લાસમાં તા. ૨૬-૭-૧૯ના ઉજવાયેલ. શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ ધો. ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં પણ ગુજરાતી વિષયમાં નબળા પરિણામ આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને જાણે, માણે અને મનોરંજન સાથે ઈત્તર પ્રવૃત્તિઓ કરે તે હેતુને ધ્યાનમાં રાખી વર્ગનાં ધો. ૫ થી ૯ સુધીના વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્ય-પુસ્તકમાં આવતી કવિતાઓ કંઠસ્થ કરી અભિનય સાથે રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને સેવા મંડળનાં ટ્રસ્ટીઓ સર્વશ્રી અશોકભાઈ, મોથારાઈભાઈ તથા જયેશભાઈ અને વડીલ પ્રભાબેન વસાએ નોટબુકો તથા રોકડ પુરસ્કાર આપી બિરદાવ્યા હતાં.

કાર્યક્રમનું સંચાલન હેમાંગિનીબેન ગઢવીએ કર્યું હતું. મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગ અનુરૂપ માહિતી વર્ગોના સંચાલક શ્રી અપર્ણાબેન વ્યાસે આપી હતી. શિલ્પાબેન, ડોલીબેન, ડો. ઉદેશીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે લઈને જ રહીશ’તેમ જણાવનાર લોકમાન્ય ટિળકને યાદ કર્યા હતા.

કાર્યક્રમમાં વિનીત, જાન્હવી, પાર્થ, અક્સા, સાધુ દેવ, કેશવાણી નિયતી, આસ્મીના, સુચિ અને એકતાએ પોતાનું કૌવત દાખવ્યું હતું.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates