શ્રી રમેશભાઈની અણધારી વિદાય

  • Event Date : 04 July 2019
  • Organised by : શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર, હૈદ્રાબાદ
  • Sanstha : શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર, હૈદ્રાબાદ
  • Location : હૈદ્રાબાદ
  • 218

શ્રી રમેશભાઈ મણીલાલ શાહ, કચ્છ-ભુજ, હૈદ્રાબાદ નિવાસી ૮૨ વર્ષના યુવા એવા યુવાનોના પ્રેરણાદાતા, સદાય હસમુખો ચહેરો, નિખાલસ, નિઃસ્વાર્થ, સત્યવાદી, નિષ્પક્ષ, મિલનસાર, નાના સાથે નાના, મોટા સાથે મોટા બની જનારા, લોકલાડીલા એવા શ્રી રમેશભાઈની અણધારી વિદાયથી હૈદ્રાબાદ તથા સમસ્ત દક્ષિણ ભારતના કચ્છી જૈન ગુર્જર પરિવારોએ ઘેરો આઘાત અનુભવ્યો છે. સૌ સાથે એમનો ઋણાનુબંધ પૂરો થયો.

યુવાવયે શ્રી કચ્છી જૈન સમાજ, ચેન્નાઈ, પછી શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર, હૈદ્રાબાદ જેની સ્થાપના સન ૧૯૭૯માં સ્થાપિત થઈ ત્યારથી જ તેના પ્રમુખ, માનદ્‌ મંત્રી, ખજાનચી જવા હોદ્દા સંભાળ્યા હતા. સન ૧૯૯૭માં દક્ષિણ ભારત કચ્છી ગુર્જર જૈન પરિવારની સ્થાપના કરી. તેના સ્થાપક પ્રમુખની જવાબદારી સાથે ‘પરિવાર સમાચાર’નામક ત્રિમાસિકનું સંપાદન, વસ્તીપત્રક તૈયાર કરવા ઉપરાંત પરિચય મિલન જેવી પ્રવૃત્તિ સાથે દરેક પ્રાંતના કચ્છી ગુર્જર જૈન પરિવારોને એકતાંતણે બાંધી રાખવાની મહત્ત્વપૂર્ણ સેવા આપી. વર્તમાનમાં પણ તેઓ સંસ્થાનું પ્રમુખપદ સંભાળી રહ્યા હતા.

તે ઉપરાંત નવ વર્ષથી શ્રી કચ્છી મિત્ર મંડળ દ્વારા સંચાલિત માસિક મુખપત્રક‘નિયાપો’ના સહ સંપાદકની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા. આમ હૈદ્રાબાદ તથા સમસ્ત દક્ષિણ ભારતના શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવારોને શ્રી રમેશભાઈની ખોટ સદૈવ સાલશે. તેમની સેવાઓ ચિરકાળ સુધી યાદ રહેશે. સદ્‌ગતના આત્માને પરમ શાંતિ મળે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates