ઈન્ડોર ગેમ્સ ૨૦૧૯નો ભવ્ય સમારોહ

  • Event Date : 01 June 2019
  • Organised by : શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ ભુજ
  • Sanstha : શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ ભુજ
  • Location : ભુજ
  • 149

શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ ભુજ દ્વારા આયોજિત ઈન્ડોર ગેમ્સ ૨૦૧૯નું ભવ્ય આયોજન વેકેશન દરમિયાન સમાજના સમસ્ત લોકો માટે દરેક ઉંમરના સભ્યો માટે આયોજન કરવામાં આવેલ જેમાં આશરે ૩૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ.

ઈન્ડોર ગેમ્સનું ઉદ્‌ઘાટન સમાજના તથા સાત સંઘના પ્રમુખશ્રી મુકેશભાઈ ઝવેરીએ કરેલ તથા સાથે સમાજના કારોબારી સભ્યો, મહિલા મંડળના પ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી તથા કારોબારી સભ્યો, યુવક મંડળના પ્રમુખશ્રી સ્મિત ઝવેરી સાથે કારોબારી સભ્યો, સમાજના ભાઈઓ-બહેનો તથા ભાગ લેનાર સર્વે ખેલાડીઓએ જૈન વંડા મધ્યે ઉદ્દઘાટન સમારંભમાં બહોળી સંખ્યામાં હાજરી આપેલ. બાદમાં પ્રાસંગિક શબ્દો શ્રી મુકેશભાઈ ઝવેરી, રેશ્માબેન ઝવેરી, ભદ્રેશભાઈ શાહ દ્વારા ઉચ્ચારવામાં આવેલ. યુવક મંડળના પ્રમુખશ્રી સ્મિત ઝવેરીએ સર્વેનું વેલકમ કરી આનંદની લાગણી અનુભવેલ.

ઈન્ડોર ગેમમાં બેડમિન્ટન, કેરમ, ટેબલ ટેનીસ, લૂડો, સિકવન્સ પત્તા, એર હોકી, શૂટગન, નાગોળિયો, સ્લો સાઈક્લીંગ જેવી રમતોનું આયોજન યુવક મંડળના પ્રમુખશ્રી સ્મિતભાઈ ઝવેરીની આગેવાની હેઠળ પ્રોજેક્ટ કમિટીના વિરાજ શાહ, અભિષેક શાહ, પલક શાહ તથા તેમની કારોબારી સભ્યોમાં સર્વશ્રી મલય શાહ, તેજ શાહ, નીરજ શાહ, જીતેશ શાહ, મનીષ શાહ, ઝુબીન વોરા, હિરેન શાહ, સાથે સ્પોર્ટ કમિટીના - હર્ષા જિતેશ શાહ, રક્ષિત વોરા, મલય ડી. શાહ, જય શાહ, મયૂર દોશી, હર્ષ શાહ, હર્ષ સંઘવી, ફાલ્ગુન ઝવેરી, નીશુ શાહ, કાર્તિક ઝવેરી, તેજસ ઝવેરી, દીપેશ મહેતા, કુલીન ઝવેરી, ફેનીલ વોરા વગેરેનો સાથ સહકાર મળેલ. દરેક ગેમ્સમાં અને તેમાં કેટેગરી મુજબ દરેક વિજેતા અને રનર્સઅપને આકર્ષક ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates