વિશ્વ તમાકુ નિષેધદિનની ઉજવણી

  • Event Date : 31 May 2019
  • Organised by : નવનીત કેન્સર રિસર્ચ હોસપીસ અને ડાયાલીસીસ સેન્ટર
  • Sanstha : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Location : માંડવી
  • 130

આરોગ્ય ક્ષેત્રે છેલ્લા ૨૬ વર્ષથી સતત કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસપીસ અને ડાયાલીસીસ સેન્ટરના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

મસ્કા રોડ પર આવેલી આઈ.ટી. આઈ.માં જનકલ્યાણ મેડીકલ સોસાયટીના પ્રમુખશ્રી કિરણ વાડીલાલ સંઘવીના પ્રમુખસ્થાને યોજાયેલા ખાસ કાર્યક્રમને દીપ પગ્રટાવીને ખુલ્લો મૂકતા જણાવેલ કે વહેલા નિદાનથી કેન્સરને અટકાવી શકાય છે. કેન્સર એટલે કેન્સલ નહીં તેમ જણાવી વિદ્યાર્થીઓને નિર્વ્યસની બનવા અનુરોધ કરેલ.

સંસ્થાના ખજાનચી ડૉ. હર્ષદભાઈ ઉદ્દેશીએ જનકલ્યાણ મેડીકલ સોસાયટીનો વિસ્તૃત પરિચય આપેલ. ડૉ. આદિત્ય ચંદારાણાએ વ્યસનમુક્તિ વિશે વિસ્તૃત માહિતી આપી વ્યસનમુક્તિની પોથી, પ્રિન્સિપાલ પી.આર. વ્યાસને અર્પણ કરી હતી. સંસ્થાના સહમંત્રી અરવિંદભાઈ શાહે વિદ્યાર્થીઓને વ્યસનથી થતાં ગેરફાયદાની માહિતી આપેલ જ્યારે શ્રી દિનેશભાઈ શાહે દૃઢ મનોબળથી વ્યસનને છોડી શકાય છે તેમ જણાવેલ. આચાર્યશ્રી પ્રફુલભાઈ વ્યાસે સંસ્થામાં કાર્યક્રમ યોજવા બદલ ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થીઓને નિર્વ્યસની બનવા અપીલ કરેલ. કૉલેજના વિદ્યાર્થીઓને દૃશ્ય-શ્રાવ્ય (પ્રોજેક્ટર) દ્વારા વ્યસનમુકિતની માહિતી આપવામાં આવેલ. સંસ્થાના ડૉ. જયેશભાઈ મકવાણા દ્વારા કૉલેજના ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓના મુખની તપાસ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ શાહે કરેલ જ્યારે આઈ.ટી.આઈ.ના શ્રી રાજુભાઈ વ્યાસે આભારવિધી કરેલ.

આ પ્રસંગે કૉલેજના વિદ્યાર્થીઓએ આજીવન વ્યસનમુક્ત રહેવા પ્રતિજ્ઞા લીધેલ. સંસ્થાના મિત શાહ તથા કૉલેજના સ્ટાફે વ્યવસ્થા જાળવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates