માતબર આવક જીવદયા માટે અર્પણ

  • Event Date : 02 June 2019
  • Organised by : એઈમ્સ સ્કૂલ
  • Sanstha : એઈમ્સ સ્કૂલ
  • Location : માંડવી
  • 135

માંડવી શહરેની પ્રતિષ્ઠિત એઇમ્સ સ્કૂલે ફનફેરની રૂા. ૧,૧૧,૧૧૧/- માતબર આવક જીવદયાના કાર્ય માટે કોડાયના આરાધના ભવન જૈન ટ્રસ્ટને અર્પણ કરી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.

તાજેતરમાં સ્કૂલમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી ડૉ. કૌશિકભાઈ શાહ, ચેરમેન શ્રીમતી કિંજલબેન શાહ, આચાર્યા શ્રીમતી બિંદીયાબેન ચાંદવાની અને વિદ્યાર્થીઓએ કોડાય જૈન મહાજનના પ્રમુખ અને માંડવી તાલુકા ભાજપના પૂર્વપ્રમુખ શ્રી અમૂલભાઈને રૂા. એક લાખનો ચેક અર્પણ કરેલ.

એઈમ્સ સ્કૂલ શિક્ષણની સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા એક સામાન્ય શાળા કરતાં પોતાનું વિશેષ સ્થાન પ્રાપ્ત કરેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં ફનફેરનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શાળાના વિદ્યાર્થીઓને ટ્રેડીંગ કરતાં શીખવી તેમાં પ્રાપ્ત થતી આવકને સામાજિક કાર્યોમાં આપવાના હેતુસર આ વર્ષે વૈશાખી ફનફેરનું આયોજન કરવામાં આવેલ. ફનફેરમાં વિવિધ નાસ્તા સ્ટોલનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઠંડા પીણાથી માંડીને રમત-ગમત તેમજ અવનવી વાનગીઓની વેરાયટીઓ હતી.

એઈમ્સ સ્કૂલના જીવદયાના રૂા. ૧,૧૧,૧૧૧/-ના દાનમાંથી ઢોરોને લીલોચારો તેમજ જીવજંતુઓને ભોજન આપવામાં આવશે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates