ગુરૂ મંદિરનો ૧૩મો ધ્વજારોહણ

  • Event Date : 07 June 2019
  • Organised by : પાંચે ગચ્છ
  • Sanstha : પાંચે ગચ્છ
  • Location : માંડવી
  • 261

બંદરીય માંડવી શહેરના શિતલ -પાર્શ્વ જિનાલયમાં તા. ૭-૬-૨૦૧૯ના રોજ ત્રણે ગુરુભગવંત (પૂ.આ.ભ. કનકસૂરિશ્વરજી- પૂ.આ.ભ.દેવેન્દ્રસૂરિશ્વરજી અને પૂ.આ.ભ. કલાપૂર્ણ સૂરિશ્વરજી) મ.સા.ના ગુરુમંદિરનો ૧૩મો ધ્વજારોહણ, પાંચે ગચ્છના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.

આ પ્રસંગે પાંચ અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. ભણશાલી જીવતીબેન પ્રાગજીભાઈ અને શાહ જડાવબેન અમૃતલાલે ધ્વજારોહણ અને પાંચ અભિષેકનો લાભ લીધો હતો. દાતા પરિવારના રાજુલબેનનું માંડવી તપગચ્છ જૈન સંઘ તરફથી હરીશબેન, રીટાબેન અને કલ્પનાબેનના હસ્તે અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે મુંગા પશુઓ માટે જીવદયાના પ્રોજેક્ટ સંદર્ભે ફંડ એકત્ર કરાયું હતું.

આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહ, શ્રેષ્ઠવર્ય ભરતભાઈ અને સંજયભાઈ ડગાળાવાલા, જે.જી. શાહ, ડૉ. નિમિષભાઈ મહેતા, તરૂણભાઈ મહેતા, વિરલભાઈ શાહ, નવિનભાઈ બોરીચા, ભરતભાઈ શાહ, પ્રકાશભાઈ સંઘવી, કે.ડી. મહેતા, જીતુભાઈ ડગાળાવાલા, દિનેશ શાહ સહિત બહોળી સંખ્યામાં પાંચે ગચ્છના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

વિધીકાર જિગ્નેશભાઈ માધાપરવાળાએ સંગીતની રમઝટ સાથે વિધીવિધાન કરાવ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates