યુનિફોર્મનું વિતરણ

  • Event Date : 15 June 2019
  • Organised by : પ્રો. કે. ટી. શાહ પ્રાથમિક શાળા
  • Sanstha : પ્રો. કે. ટી. શાહ પ્રાથમિક શાળા
  • Location : માંડવી
  • 126

કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માંડવી શહેરના દુર્ગમ વિસ્તારમાં આવેલી ડૉ. જયંત ખત્રી પ્રાથમિક શાળા અને પ્રો. કે. ટી. શાહ પ્રાથમિક શાળા (મસ્કા ઓકટ્રોય)ની જરૂરતમંદ છાત્રાઓને દાતાઓના સહયોગથી યુનિફોર્મનું વિતરણ કરાયું હતું.

પ્રો. કે.ટી. શાહ પ્રાથમિક શાળામાં યુનિફોર્મના દાતા અને ગાંધીધામના એડવોકેટ રીટાબેન રવિલાલ શાહના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. જયંત ખત્રી પ્રા. શાળા અને ડૉ. કે.ટી. શાહ પ્રા. શાળાના જરૂરતમંદ છાત્રાઓને દાતા રીટાબેન શાહ પ્રેરણાદાતા માંડવીના અગ્રણી નરેશભાઈ લાલન અને દિલીપભાઈ જૈન, માંડવી તાલુકા નિવૃત્ત પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ શાહ, દાતા પરિવારના એડવોકેટ ઉદયભાઈ શાહ, મૃદુલાબેન શાહ, સરલાબેન શાહ, રમેશભાઈ સેંધાણી અને બંને શાળાના આચાર્યો વાલજીભાઈ ગઢવી અને હિતેશભાઈ ગુસાઈના હસ્તે યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. રમેશભાઈ સેંધાણી તરફથી પણ યુનિફોર્મ અપાયા હતા. સ્વ. સુશિલાબેન અને સ્વ. વિમળાબેન શાહની સ્મૃતિમાં માંડવી તાલુકાના નિવૃત્ત શિક્ષક સમાજના મંત્રી શ્રી ડી. એસ. જૈનના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયેલ.

પ્રારંભમાં દાતા રીટાબેન શાહના હસ્તે દીપ પ્રાગટ્યા બાદ શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ ગોસાઈએ સ્વાગત પ્રવચન કરેલ જ્યારે પ્રો. કે.ટી. શાહના પ્રા. શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ ગઢવીએ પ્રસંગ પરિચય આપી દાતા પરિવારને અભિનંદન પાઠવેલ. અતિથિવિશેષ પદેથી શ્રી દિનેશભાઈ શાહે કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા યુનિફોર્મ આપવા બદલ દાતા પરિવારને અભિનંદન આપેલ. દાતા રીટાબેન શાહે પોતાને સેવા કરવાની તક મળી તે બદલ ખુશી વ્યક્ત કરેલ અને ભવિષ્યમાં સાથ-સહકારની ખાતરી આપેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા નેહાબેન જોશીએ કરેલ જ્યારે આચાર્યશ્રી વાલજીભાઈ ગઢવીએ આભારવિધી કરેલ. મંચસ્થ મહેમાનોનું શાળા પરિવારે શાલ ઓઢાડી અભિવાદન કરેલ. શાળા પરિવારના દિપાલીબેન, હસુમતીબેન, અબ્દુલભાઈ અને ખીમજીભાઈએ વ્યવસ્થા જાળવી હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates