શૈક્ષણિક કીટનું વિતરણ

  • Event Date : 18 June 2019
  • Organised by : માંડવી જિલ્લા પંચાયત
  • Sanstha : માંડવી જિલ્લા પંચાયત
  • Location : માંડવી
  • 141

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માંડવીમાં નવતર પ્રયોગ હાથ ધરી શહેરની ૧૫ સરકારી પ્રા. શાળાના અતિ જરૂરતમંદ ૨૨૨ વિદ્યાર્થીઓને દાતાના સહયોગથી તા. ૧૮-૬-૧૯ના રોજ બે લાખથી વધારે કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંડવીની તાલુકા પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧ (દરબારી શાળા)માં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મોહનભાઈ ફુફલે દીપ પ્રગટાવીને પ્રમુખસ્થાનેથી સરકારી પ્રા. શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના પ્રયોગને બિરદાવી દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વ. લાલન મોહનલાલ મુળજીભાઈ શાહ પરિવાર હ. જયેશભાઈ શાહ, મુંબઈ તરફથી ૨૨૨ બાળકોને, ૧૧૧૦ ફુલસ્કેપ પાનાની નોટબુક, સ્કૂલબેગ, પાટી-પેન, પેન્સિલ, રબ્બર, ફૂટપટ્ટી, કંપાસબોક્સ, બોલપેન, પેડ, કલર તથા આંકની ચોપડી તેમજ મધુસુદન લાલચંદ શાહ, બેંગ્લોર તરફથી વોટરબેગ તથા લંચબોક્સનું વિતરણ મંચસ્થ દાતા પરિવારના શ્રી જયેશભાઈ શાહ, સુરેશભાઈ લાલન, મહાબલભાઈ શાહ, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રી એમ. જે. ફુફલ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, તાલુકા ગ્રુપ શાળાના આચાર્યશ્રી આઈ. જે. ગણાત્રા અને સી. આર.સી.કો-ઓડર્ીનેટર શ્રીમતી મીરાબેન જોશીના હસ્તે કરવામાં આવેલ. શ્રી સુરેશભાઈ દોલતભાઈ લાલન અને જૈન અગ્રણીશ્રી દિલીપભાઈ જૈનની પ્રેરણાથી શહેરની ૧૫ પ્રા. શાળાના અતિ જરૂરતમંદ ૨૨૨ વિદ્યાર્થીઓને બે લાખથી વધારે કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ થતાં લાભાર્થી પરિવારમાં આનંદ અને રાહતની લાગણી ફેલાઈ છે. પ્રારંભમાં તાલુકા પ્રા.શાળાના શિક્ષક શ્રી ધવલ યાદવે સ્વાગત પ્રવચન કરેલ જ્યારે યજમાન તાલુકાગ્રુપ શાળાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ ગણાત્રાએ પ્રસંગ પરિચયમાં દાતા પરિવારને અભિનંદન પાઠવેલ. તાલુકા શાળાની બાળાઓએ અભિનય સાથે દેશભક્તિનું ગીત રજૂ કરેલ. અતિથિવિશેષ પદેથી માંડવી તાલુકા નિવૃત્ત શિક્ષક સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ શાહે નવતર પ્રયોગને બિરદાવી દાતા પરિવારને અભિનંદન પાઠવેલ. દાતા પરિવારના શ્રી જયેશભાઈ શાહ (મુંબઈ), પ્રેરણાદાતા સુરેશભાઈ લાલન, હસમુખભાઈ અબોટી‘ચંદન’ વગેરેએ પ્રવચન કરેલ. આ પ્રસંગે મંચસ્થ મહેમાનોનું શાળા તરફથી અભિવાદન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રીમતી નિલમબેન ગોહિલે કરેલ જ્યારે કામધેનુ પ્રા. શાળાના આચાર્યશ્રી શ્રવણભાઈ ત્રિવેદીએ આભારવિધી કરેલ. કાર્યક્રમ સફળ બનાવવા શાળાના શિક્ષકો ધવલભાઈ યાદવ, રીટાબેન શાહ, માલતીબેન પટેલ અને સુરજબા જાડેજાએ જહેમત ઉઠાવેલ.

આ પ્રસંગે શહેરની પ્રા. શાળાના આચાર્યો અને શિક્ષકો સર્વશ્રી હસમુખભાઈ અબોરી‘ચંદન’, મનુભા જાડેજા, વસંતભાઈ કોચરા, વાલજીભાઈ ગઢવી, શ્રવણભાઈ ત્રિવેદી, બી. વી. ઝાલા, બિપીનભાઈ પરમાર, રિતેશભાઈ ગુસાઈ, અજયભાઈ ગોકુલ ગાંધી, લતાબેન નરીયાણી, દક્ષાબેન ભટ્ટ, કલ્પનાબેન ગણાત્રા, નયનાબેન દવે, જલ્પાબેન વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates