રંગારંગ કાર્યક્રમ

  • Event Date : 09 June 2019
  • Organised by : શ્રી કચ્છ ગુર્જર જૈન માંડવી મહિલા મંડળ (મુંબઈ)
  • Sanstha : શ્રી કચ્છ ગુર્જર જૈન માંડવી મહિલા મંડળ (મુંબઈ)
  • Location : મુંબઈ
  • 122

શ્રી કચ્છ ગુર્જર જૈન માંડવી મહિલા મંડળ (મુંબઈ) સંસ્થાનો ‘મિસ અને માસ્ટર માંડવી’ તથા જોડી કમાલકી નામની પ્રતિયોગીતાનો રંગારંગ કાર્યક્રમ તા. ૯-૬-૨૦૧૯ના સુમતિ ગુજર્ર ભવન-ચેમ્બુર ખાતે સંપન્ન થયો.

૩થી ૪ અલ્પાહાર- ચા-કોફી બાદ બરાબર ૪ વાગે બિનીતાબેન શાહે નવકાર મંત્રનું પઠન કરેલ અને કાર્યક્રમની શરૂઆત થઈ. શ્રી નરેન્દ્રભાઈ ગડાએ માઈક સંભાળેલ અને ૪થી ૮.૩૦ સુધી સતત બોલીને અને રમુજી ટુચકા, શાયરીઓ અને અદ્‌ભુત વન લાઈનરથી શ્રોતાઓને જકડી રાખેલ. અતિથિવિશેષ શ્રી સુધીરભાઈ છગનલાલ વોરા, શ્રી નરેન્દ્રભાઈ પોપટલાલ પટવા અને શ્રી ગુણવંતભાઈ મગનલાલ શાહે કાર્યક્રમની શોભા વધારેલ. શ્રી નરેન્દ્રભાઈ પ્રીતમલાલ શાહ સંજોગોવશાત હાજરી નહોતા આપી શક્યા. દરેકનું ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવેલ. ઉપરાંત માંડવી નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલ અભયકુમાર શાહ અને કોર્પોરેટર તથા ભૂતપૂર્વ ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી પારસભાઈ સંઘવી માંડવીથી ખાસ પધાર્યા હતા. તેમનું સન્માન શાલ, માળા અને ચાંદીના સ્મૃતિચિન્હથી કરવામાં આવેલ.

સંસ્થાને હંમેશા મદદગાર થતાં અને અમૂલ્ય માર્ગદર્શન આપતાં અપૂર્વ કેટરર્સવાળા શ્રી કેતનભાઈ, પ્રતિયોગિતાની રૂપરેખા બનાવી આપનાર, ભાગ લેનાર કલાકારોને વારંવાર માર્ગદર્શન આપનાર, જજની ભૂમિકા અદા કરનાર, વ્યવસાયે કોરીઓગ્રાફર એવા વિદ્યાબેન છેડા, તેમને સાથ આપનાર બીજા બે જજ, ફાલ્ગુનીબેન દોશી અને રાખીબેન જોશી આ બધાનું બહુમાન સ્મૃતિચિન્હ આપીને કરવામાં આવેલ. ભવન પર આવવા-જવા માટે રાખવામાં આવેલી ત્રણ બસના તેમજ દરેક સભ્યોને મોકલવામાં આવેલ પરિપત્રના દાતા માતુશ્રી ચંદનબેન ચુનીલાલ મહેતા પરિવાર તરફથી શ્રી નિલેશભાઈનું અને જેમણે પ્રત્યેક ૧૧,૦૦૦ આપેલા તે આધારસ્તંભ દાતાઓ, ૫૦૦૦ આપનાર શુભેચ્છક દાતાઓ એમ બધાનું સન્માન મંચ પર બોલાવીને અને સ્મૃતિચિન્હ આપીને કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુ ટ્યુબ પર કરવામાં આવેલ અને દરેક સભ્યોને ૩.૩૦ વાગે વોટ્‌સેપથી લીન્ક મોકલી આપવામાં આવેલ.

વિજેતાઓમાં જોડી કમાલકીના વિજેતા ૧) જાગૃતિ અને મોસમ વોરા. મા-દીકરી. ૨) પૂજા અને યશ્વી સંઘવી - મા-દીકરી. ૩) આશાબેન અને હિતી શાહ-દાદી-પૌત્રી હતા. મિસ માંડવી ધ્વની સંઘવી અને રનર અપ ફોરમ શાહ તથા માસ્ટર માંડવી અભિષેક વસા અને રનર અપ મિત વસા. પ્રેક્ષકોએ વિજેતાઓને તાળીઓથી વધાવી લીધેલ. બીજા પણ ઘણા ઈનામો હતા. ભાગ લેનાર બધા જ કલાકારોને ઈનામો આપવામાં આવેલ. અંતમાં અપૂર્વ કેટરર્સના સ્વાદિષ્ટ ભોજન માણીને બધા છૂટા પડેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates