નૂતન આરાધનાભવનનું નિર્માણકાર્યNew News Page

  • Event Date : 01 March 2020
  • Organised by : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Sanstha : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Location : માંડવી
  • 60

શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના શીતલ-પાર્શ્વ જિનાલયે નૂતન આરાધનાભવનનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે. અને જેઠ વદ નોમ, તા. ૧૪ જૂન ૨૦૨૦ના રોજ વાગડ સમુદાયના ગચ્છનાયક આચાર્યભગવંત શ્રીમદ્‌ વિજયકલા પ્રજ્ઞસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિશાળ શ્રમણ-શ્રમણીઓના ચાતુર્માસ પ્રવેશટાણે એ સંપૂર્ણ રીતે સંપન્ન થઈ જશે એવી સંઘના ટ્રસ્ટીગણોની શ્રદ્ધા છે.

આ આરાધનાભવનના નિર્માણમાં દાતા- સહયોગી થવા લાભાર્થી પરિવારો આગળ આવી રહ્યા છે. આ માટેના નિર્ધારિત નકરાઓમાંથી શાલીભદ્ર પ્રવેશદ્વાર- મુખ્ય (લાભ લેવાઈ ગયો છે), કાર્યાલય કક્ષ – જયેશ રમણિકલાલ દામજી (જેઆરડી) શાહ, આવાસીય રૂમ-૧ : માતુશ્રી ચાંદુબેન, દિવાળીબેન રવિલાલ રાયશી શાહ સમસ્ત પરિવાર (સા. અમીવર્ષા- અમીપૂર્ણાના અર્ધ- શતાબ્દ સંયમ જીવનની અનુમોદનાર્થે), કેસરસુખડ ખંડ - જ્યોત્સનાબેન લહેરીભાઈ બોરિચા અને જ્ઞાનભંડાર ખંડ : - માતુશ્રી મીઠીબેન ગોકળદાસ શાહ વગેરેના લાભ આદેશ અપાઈ ગયા છે.

સંઘના માંડવી સહિત દેશવિદેશે વસતા માંડવીવાસી પરિવારો વધુને વધુ આ પુણ્ય કમાઈને લાભ લઈ શકે તે માટે ટ્રસ્ટીમંડળે વધુ બે લાભ - નકરા નિરધાર્યા છે તે સુવર્ણ સહયોગી દાતા (રૂા.અઢી લાખ) અને લાખેણા સહયોગી દાતા (રૂા. એક લાખ)ની ટહેલ કરી છે એમ સંઘપ્રમુખ શ્રી ચંદ્રેશ સુબોધચંદ્ર શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું છે.

સમગ્ર ચાતુર્માસનો અર્થસહયોગ – લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા પરિવારે મેળવ્યો છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates