Work from Home

Work from Home - રક્ષિતા નેશલ લાલન

પહેલાં ત્રીસેક દિવસ બહુ સારું લાગ્યું. હાશ! ઑફિસ જવા માટેનો ટાઈમ સેવ થયો. કોઈ ફીઝીકલ સ્ટ્રેઈન નહીં. પોતાને ફાવે ત્યારે કામ કરવાનું. ફેમિલી ટાઈમ વધારે મળ્યો. ઘરના ને ઓફિસનાં કામને બેલેન્સ કરવાની ઝંઝટ નહીં એવી ફેક્સીબીલીટી ખૂબ જ સારી લાગી.

મારી દીકરીની પેઈન્ટીંગ, જે હું પહેલાં ફીનીશ થયેલી જોતી હતી, હવે હું તેને રંગ ભરતા જોઈ રહું છું. વૅલ. આ તો ખૂબ જ સરસ છે ઠજ્ઞસિ રજ્ઞિળ ઇંજ્ઞળય એવા વિચાર આવવા લાગ્યા. દિવસો, અઠવાડિયા પછી મહિનાઓ પસાર થવા લાગ્યા. ઑફિસનું કામ વધવા લાગ્યું. ઘરના કામનો થાક. ઘર અને ઑફિસ, બંને વચ્ચેના કામનું બેલેન્સ ડગમગવા લાગ્યું. ઘરમાં પુરાઈ ગયા. ન હોય કૉન્ફરન્સ કે વિદેશની વાર્ષિક મીટીંગ કે ટુર. ઝુમમાં બધાને મળી શકીએ પણ કામની જ વાતો થાય. સોશ્યલ ઈન્ટરએક્શન નહીં. લંચ ટાઈમ અને ટી ટાઈમની ટપરી એટલે કે ગપસપ - ફ્રેન્ડસ્‌ સાથે રવિવારની સાંજ ને લોંગ ડ્રાઈવ. કંઈ જ નહીં. વોર્ડરોબનાં નવા કપડા મને પૂછવા લાગ્યા, ‘મારો વારો ક્યારે આવશે?’

પરિવાર આખો એક છત નીચે રહીએ છીએ છતાં પણ અમારી વચ્ચે દીકરીનાં કૉલેજના ઑનલાઈન ક્લાસિસ ને ઑફિસ વર્ક નામની દિવાલ આવી ગઈ છે. વિચારોમાં ટર્નિંગ આવે છે. આવું હોય વર્ક ફ્રોમ હોમ. આ ‘પેન્ડેમિક’ આપણને ઘણું શીખવાડી રહ્યું છે. એક શીખ છે કે લાઈફમાં બેલેન્સ રહેવું બહુ જરૂરી છે. આશા રાખું છું કે ફ્યુચર ઑફ વર્ક આપણને ઘર અને ઓફિસનાં કામ વચ્ચે બેલેન્સ જાળવી શકાય એવું હશે. નવી નવી આશાઓ સાથે ઉગતો દિવસ અંતે તો થોડા ઘણું અનુભવ સાથે આથમે છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates