વૃક્ષો જેવા માનવો બનીએ

વૃક્ષો જેવા માનવો બનીએ - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

જેમ કે એક વૃક્ષ છાયો આપે, ફળ ફૂલ આપે બાળકોને જુલવા વડવાઈ આપે, દરેકને આશરો આપે, પંખીઓને માળો બાંધવા સળીઓ આપે, ઝાડની બખોલ આપે, તેમ જ અનેક રીતે વૃક્ષો ઉપયોગી છે, બળતણ માટે લાકડું, વૃક્ષોના પાદડાથી ડીઇસ જમવાની વાટકિયો, તેમજ સમગ્ર જીવસૃષ્ટિને શીતળતા આપે છે.

પરંતુ તેના બદલામાં તેને શું?

કુહાડીના ઘા?

માનવ પોતાની સુવિધા માટે ઉભેલા વરસોવરસ વૃક્ષનું છેડન્ભેદાન કરી નાખે છે,

કેવી હરિયાળી આપે છે, વરસાદ લાવે છે, વરસાદના પાણીનું ધોવાણ અટકાવે છે, વધારાનું પાણી ચૂસી લે છે, આ વૃક્ષોની કેટલી મહાનતા...........

આવા વૃક્ષો જેવા કેટલા માનવો છે, જે સતત પોતાના પરિવારને, કુટુંબને, સમાજને, મિત્રોને મદદ કરતાં રહે છે.

આ સંસાર કેટલો સ્વાર્થી છે, અહી કોઈનું કોઈ નથી.

જ્યારે તમારો સમય ખરાબ આવે છે, ત્યારે એજ લોકો મો ફેરવી નાખે છે, અથવા જેને મદદ કરી હોય એ વારંવાર કહે છે, કે અમે તમારી મદદ કરી નહિતર તમારું શું થાત?

વૃક્ષ જેવા સદંતર અડીખમ ઉભેલા માનવને બનવું અધરું છે,

જે સહાય કરે તે ઠપકો આપી જ દે છે, એવા માનવો,

ત્યારે કવિની પંક્તિ યાદ આવે છે,

“ઝ્માને પર ભરોસા કર્નેવાલો,

ભરોસે ક ઝમાના જા રહા હૈ,”.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates