વિવાદ સે વિશ્વાસ કાયદા ૨૦૨૦

વિવાદ સે વિશ્વાસ કાયદા ૨૦૨૦ - દિનેશ રસીકલાલ શાહ / શ્રેયા અતુલ દોશી

યોજનાના ફાયદાઓ

૧) ઈન્કમટેક્સ વિભાગે ઈન્કમટેક્સની અપીલોમાં અટવાયેલી કરોડો રૂપિયાની- લાખો કેસના ઝડપી નિવેડા માટે ઉપર જણાવેલ કાયદો કરેલ છે અને આ યોજનાનો લાભ લેવા આગ્રહ ભરી વિનંતી છે. આ યોજના ઘણી જ સરળ ફાયદાકારક છે. આ યોજના ૩૧મી ડિસેમ્બર- ૨૦૨૦ના સમાપ્ત થાય છે. (પુરી થાય છે) અને આપને ટેક્ષ ભરવા માટે ૩૧મી માર્ચ- ૨૦૨૧ સુધીનો સમય આપવામાં આવેલ છે.

૨.૧) આપ અથવા આપના મિત્રો ઘણી બાબતોથી પરેશાન હશો. ઘણી બાબતો વેપાર ધંધામાં અનિવાર્ય હોય છે. દા.ત. ધંધા, ઉદ્યોગ ચલાવવા માટે આપ ઘણી વખત ધંધાની જરૂરિયાતને લીધે માલ ઝડપી બજારમાં જ્યાંથી પણ મળે ત્યાંથી ખરીદવો પડતો હોય છે અનેઆવા કિસ્સાઓમાં અમુક માલ વેચનારાઓ સેલ્સટેક્સ, વેટ, સર્વીસ ટેક્સ, જીએસટી, એક્સાઈઝની ચોરી કરતાં હોય છે. અથવા માલ ખરીદનાર પાસેથી ટેક્ષ વસુલ કરતા નથી. ટેક્ષની રકમ ભેગી થાય એટલે અદૃશ્ય થઈ જાય છે અથવા સેલ્સટેક્સ વિભાગને એક એફિડેવીટ ફાઈલ કરી પોતાને હવાલાવાળો જાહેર કરી છટકી જતા હોય છે. વેપારી આમાં ફસાઈ જાય છે. માલ ખરીદનારને ઈન્કમટેક્સ ઓફીસર આવા કેસોમાં માલની કિંમતના બીલના ૧૦૦ ટકાથી ૨૫ ટકા અથવા જે મનમાં આવે તે પ્રમાણે વેપારી પ્રમાણિકતાથી ટેક્સ ભરનારના કેસોમાં વધારો કરી દેતા હોય છે. આવા બીલનાં કેસોમાં ફસાયેલ વેપારી કર ભરનાર અત્યારે-કમીશનર ઓફ અપીલ ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલ હાયકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં ફસાયેલ છે. જો વેપારી કેસ જીતી જાય તો ઈન્કમટેક્સ વિભાગ આવા કેસોમાં સુપ્રીમ કોર્ટ સુધી લડે છે. ટેક્સ ભરનાર વેપારી હેરાન-પરેશાન છે. આવા કેસોમાં વેપારીનો સમય, પૈસા, શકિત, નકામી બિન નફાકારક પ્રવૃત્તિમાં જાય છે. ધંધામાં ધ્યાન આપી શકતો નથી.

૨.૨) આ જ પ્રમાણે ઘણા ટેક્સ ભરનાર ઘર લેવા માટે કરોડોની મુડી જોઈએ અને આવા કેસોમાં ઘણા લોકો આવી તકનો લભ લઈ ટેક્સ ભરનારને ફસાવી લીધેલ છે અથવા બજારમાંથી નજીવા ભાવે મળતાં શેરોમાં અઢળક નફો થશે એ લાલચમાં આવા શેરો લીધેલ છે. ઘણા કેસોમાં નફો થયેલ છે અથવા મોટી નુકસાની થયેલ છે. ઘણી કંપનીઓ મોટી મુડી ઉભી કરવા માટે કલકત્તા, ઈન્દોર અથવા અમુક જગ્યાના શેર હોલ્ડરોને શેરો ઉંચા ભાવે શેર પ્રીમિયમથી વેચેલ છે અને ઝટપટ મોટી મુડી ઊભી કરેલ છે અથવા ધંધો કરવા માટે અમુક પ્રોફેશનલો પાસેથી મોટી રકમની લોનો લીધેલ છે અને ઈન્કમટેક્સની રેડ-૧૩૨ની કાર્યવાહીમાં આવા લોકોએ કબુલ કરી લીધેલ છે કે અમે માત્ર બુક લોનો - નફાઓ, નુકસાનીઓ વેચેલ છે એટલે કે ટુંકમાં ઘણા ટેક્સ ભરનાર આવા કેસોમાં ફસાઈ ગયેલ છે. આવા કેસો સુપ્રીમ કોર્ટ સુધી ચાલશે. ૧૫થી ૩૦ વર્ષ સુધી ચુકાદો નહીં આવે અને આ સમય દરમિયાન કોર્ટ કચેરીમાં ટેક્સ ભરનારે સમય ગુમાવવો પડશે. વર્ષો સુધી ખટલાઓ ચાલશે. આવા કિસ્સામાં ટેક્સ કરતાં વ્યાજ ખૂબ જ વધારે હોય છે. જેમ બાબત જુની થાય તેમ વ્યાજ ખૂબ જ વધી જાય છે. આવા કિસ્સામાં કરચોરી કરવા માટે ૧૦૦ ટકાથી માંડી ૩૦૦ ટકાનો દંડ થઈ શકે છે અને જેલની સજા થઈ શકે છે અને આવા જેલના ખટલા વર્ષો સુધી ચાલે છે. પૈસા અને સમયની ખબ જ બરબાદી થાય છે.

૨.૩) અગર આપ ઉપર જણાવેલ બાબતોમાં અથવા અન્ય બાબતોમાં ફસાયેલા છો તો આ યોજનાનો લાભ લેશો તો માત્ર ટેક્સ ભરી (ટેક્સ એટલે કે ઈન્કમટેક્સ સરચાજર્, એજ્યુકેશન સેસ વગેરે) આપ આવા વાદવિવાદથી મુક્તિ મેળવી શકશો. આપને વ્યાજ (જે ઘણી વખત જેમ મેટર જુની હોય) ટેકસ કરતાં વધારે હોય છે તથા કરચોરીની બાબતમાં દંડમાંથી મુક્તિ મેળવી શકશો.

૨.૪) અગર આપ અપીલમાં છો. જે બાબતમાં છો તે સર્વે બાબતો ઉપર કેટલો ટેક્સ ભરવાનો થાય તે આપને ભરવો પડશે. (એટલે કે આપ અપીલમાં હારી જાવ તો કેટલો ટેક્સ ભરવો પડે તેટલો ટેકસ ભરવો પડશે) પરંતુ કાયદામાં વ્યાજમાંથી સંપુર્ણ મુક્તિ વ્યાજ કલમ ૨૩૪-એ, ૨૩૪-બી તથા ૨૩૪-સી તથા વ્યાજ કલમ ૨૨૦માંથી મુક્તિ મળશે.

૨.૪) આપ કેસ જીતી ગયા છો પરંતુ ઈન્કમટેક્સ વિભાગ આપની સામે અપીલમાં છે તો આપે ટેક્સના માત્ર ૫૦ ટકા ભરવા પડશે પરંતુ વ્યાજ અને કરચોરીની પેનલ્ટીમાંથી ૧૦૦ ટકા માફી મળશે. આપની સામે કોર્ટનો ખટલો કરચોરી માટે નહીં થઈ શકે. ટુંકમાં માત્ર ટેક્સના પચાસ ટકા ટેક્સ ભરી આપ કાયદાની ઝંઝાળમાંથી બચી જશો.

૩) અન્ય વિવિધ જાતના દંડ, પેનલ્ટી માટે જે આપની કર આકારણી (એસેસમેન્ટ સાથે સીધી રીતે જોડાયેલ નથી.) એવી બાબતો દા.ત. ટેક્સ ઓડીટ ન કરાવવા, રોકડ રકમમાં લોનો લેવાની કલમ ૨૭૧-ડી, ૨૭૧-ડી.એ વગેરે અનેક કલમો મુજબ દંડ થયેલ હોય અથવા લેટ ફી માટે આપને ટીડીએસ રીટર્નો મોડા ભરવા માટે લેટ ફી લાગેલ હોય તો આવી બાબતો વ્યાજની બાબતમાં આપ અપીલમાં હો તો આવે દંડ, વ્યાજના ૨૫ ટકા ભરવા પડશે અને આપ જીતી ગયેલ છો પરંતુ ઈન્કમટેક્સ વિભાગ આપની સામે અપીલમાં છે તો આપે માત્ર ૧૨.૫૦ (સાડા બાર ટકા જ ભરવા પડશે.)

૪) આ યોજનાનો કોણ લાભ થઈ શકશે. આ માટે નીચેની બે શરતોમાં આપ આવતા હશો તો યોજનાનો લાભ લઈ શકશો.

(અ) આપની અપીલ તારીખ ૩૧-૧- ૨૦૨૦ના રોજ કોઈપણ ઓથોરીટી પાસે પેંડીંગ (જીવત હોવી જોઈએ). દા.ત. કમિશનર ઓફ ઈન્કમટેક્સ, ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલ હાઈ કોર્ટ અથવા સુપ્રિમ કોર્ટમાં મેટર પેડીંગ અધુરી હોવી જોઈએ.

(બ) અથવા આપને ઈન્કમટેક્સ ઓફીસર, કમીશ્નર ઓફ ઈન્કમટેક્સ અપીલ અથવા ટ્રીબ્યુનલનો ઓર્ડર આવી ગયેલ હોય અથવા હાઈકોર્ટનો ઓર્ડર આવી ગયેલ હોય (તા. ૩૧-૧-૨૦૨૦) પરંતુ આપને અપીલ કરવાનો હજી સુધી સમય હોય તો આપ ઉપરની અપીલનો લાભ લઈ શકો છો. અપીલ કરવાનો સમય પુરો થયેલ હોય તો આપ અપીલ ફાઈલ કરી આપ માફ કરવાની અરજી કરી આ યોજનાનો લાભ લેવાનો દરવાજો ખોલી શકો છો.

૫.૧) આ યોજનામાં કેવી રીતે કેટલો ટેક્સ ભરવો પડશે તે વધારે વિગતમાં જોઈએ. દા.ત. આપની અપીલ ઈન્કમટેક્સ એપલેટ ટ્રીબ્યુનલમાં પેડીંગ છે. દા.ત. ટેક્સ ભરવાના રૂા. ૫ લાખ છે. વ્યાજ ભરવાનો રૂા. ૭.૫૦ લાખ છે. એટલે કે આપ અપીલમાં છો તો આપે રૂા. ૫ લાખનો ટેક્સ ભરવો પડશે. ૭.૫૦નો વ્યાજ ભરવો પડશે નહીં. દંડમાંથી મુક્તિ મળશે. હવે આજ કેસમાં આપ કમીશનર ઓફ અપીલ આગળ જીતી ગયા છો અને ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ અપીલમાં છે તો આપે આવી બાબતમાં ૨૫૦/- જ ભરવા પડશે અને આ વિવાદ ઉપર કાયમનો પડદો પડી જશે. બાબત પૂર્ણ સંપન્ન થઈ જશે.

૫.૨) નીચે મુજબનો ઉદાહરણ આપીએ છીએ. જો ટેક્સ ઝઘડાની બાબત જુની હશે તો વ્યાજમાં ધરખમ ફાયદો થશે. કરચોરીની પેનલ્ટી તથા કોર્ટ કચેરીના ખટલામાંથી મુક્તિ મળશે. એક વ્યક્તિને એ.એ. લીમીટેડ કંપનીની ધ ફાઈનાન્સીયલ વર્ષ ૧-૪-૨૦૦૬થી ૩૧-૩-૨૦૦૭ (ઈન્કમટેક્સ વર્ષ ૨૦૦૭-૦૯૮)માં ખોટા બીલ માટે રૂા. ૧,૦૬,૫૦,૦૦૦/-નો આવકમાં વધારો કરવામાં આવેલ હતો. તેના પેટે ટેક્સ ડીમાન્ડ નીચે મુજબ હતી. ટોટલ ટેક્સ ડીમાન્ડ રૂા. ૧,૧૬,૩૪,૩૪૦/- ઈન્કમટેક્સ રૂા.૩૬,૧૯,૯૪૦/- વ્યાજ રૂા. ૮૦,૧૪,૪૦૦/- સાદી ભાષામાં ટેક્સ ભરવાનો ૩૧ ટકા વ્યાજ ભરવાનો ૬૯ ટકા થાય છે. આ બાબતમાં ટેક્સ ભરનાર યોજનાનો લાભ લે તો ૩૬,૧૯,૯૪૦/- એટલે કે ૩૧ ટકા ટેકસ ભરી ૬૯ ટકાનો એટલે કે રૂા. ૮૦,૧૪,૪૦/-ના લાભ લઈ શકે છે.

૬) આ યોજનાનો ખાસ લાભ લેવા જેવો છે. જેવો ખોટા બીલના પેની સ્ટોકના કેસમાં, લોનોના કેસોમાં શેર પ્રીમિયમની ઈશ્યુ કરવામાં જે બાબતો વિવાદાસ્પદ છે તથા સેલ્સટેક્સ વિભાગે, સેબીએ અથવા ઈન્કમટેક્સ વિભાગોએ આવી કરચોરીની બાબતો પકડી પાડી છે અને અત્યારે ઘણા ટેક્સ ભરનાર એક અથવા બીજી રીતે ફસાઈ ગયેલ છે. ટેક્સ ઝઘડાઓ વર્ષો સુધી ચાલે છે. વકીલોની ફી આવા ઝઘડાનો બચાવ કરવામાં ખૂબ જ પૈસાનો ખર્ચ થાય છે. સમય જાય છે. આપ આપના ધંધા, વ્યવસાય અને ઉદ્યોગો ધંધામાં પૂરતો સમય આપી શકતા નથી. સમય પૈસાની બરબાદી થાય છે. જે આપના આરોગ્ય ઉપર પણ અસર કરે છે.

કોરોના સમયમાં આવા ઝઘડામાંથી મુક્તિ આપને ખૂબ જ લાભકારક થશે. અન્યાસના કોર્ટના ચુકાદાઓ પણ સરકારની તરફેણમાં આવે છે. હવે ન્યાયાલયો પણ કરચોરી વગેરેના બાબતમાં ખૂબ જ સખત છે. આ યોજના પૂર્ણ થતાં જ લોકો આ યોજનાનો લાભ લેવાનું ચૂકી જશે. એમના માટે કપરા દિવસો આવી શકે છે. તેની નોંધ લેવાની જરૂર છે એટલે આપ આપના સી.એ. તથા કર સલાહકારની સલાહ લઈ જલ્દીથી અગર આપ ઉપર જણાવેલ ટેક્સ ઝઘડામાં ફસાયેલા હો તો વિવાદ સે વિશ્વાસ યોજનાનો લાભ લઈ આપ આપના ધંધા વ્યવસાયમાં ૧૦૦ ટકા ધ્યાન આપો. કમાવાની ખૂબ જ તકો આવી રહેલ છે. આપ આ યોજનાનો લાભ લઈ લો. જે વેપારી દૃષ્ટિએ નફાનો - લાભનો સોદો છે. દરેક કર ભરનાર જે અટપટા વિવાદમાં ફસાઈ ગયેલ છે, તેમણે આ યોજનાને લાભ લેવા જેવો છે.

૭) અગર આપનો કેસ બાબત સંપૂર્ણપણે કાયદાના અર્થઘટન માટેની છે અને ઘણા કોટરેના ચુકાદાઓ આપની ફેવરમાં છે. અને આપના ટેક્સ સલાહકાર તથા બીજા અન્ય સલાહકાર (સેકન્ડ ઓપીનીયન) પણ આપની ફેવરમાં છે. ત્યાં આપ લડી શકો છો. અન્ય બાબતોમાં જુની મેટરમાં આ યોજનાનો લાભ આપના માટે ફાયદા કારક છે.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates